Pravach Ratno Part 1 (Gujarati).

< Previous Page   Next Page >


Page 68 of 225
PDF/HTML Page 81 of 238

 

૬૮ શ્રી પ્રવચન રત્નો-૧ ‘જ્ઞાયકપણું’ પ્રસિદ્ધ છે-ઈ ‘જાણનારો’ છે એમ પ્રસિદ્ધ છે.

પણ, ‘જાણનારો’ છે એ શું? ‘તો પણ જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી’ (કહે છે કેઃ) રાગ જણાય છે ને તેનું જ્ઞાન આંહી થાય છે માટે રાગની અપેક્ષા રાખીને જ્ઞાન થયું છે અહીંયાં, એમ નથી. આહા... હા!

વિશેષ કહેવાશે...

* * *





વ્યવહારનય તે કાળે જાણેલો પ્રયોજનવાન છે
એટલે કે તેકાળે વ્યવહાર છે એમ જાણેલો પ્રયોજનવાન
છે. વાસ્તવમાં તો તે પોતાની પર્યાયને જાણે છે તેમાં તે
જણાઈ જાય છે. આવી વાત છે. ભગવાન કેવળી
લોકાલોકને જાણે છે એમ આવે છે ને? હા. પણ એ
તો અસદ્ભુત વ્યવહારનય છે. ખરેખર તો ભગવાન
જેમાં લોકાલોક પ્રકાશે છે એવી પોતાની પર્યાયને જ
જાણે છે. તેમ જ્ઞાની રાગને જાણે છે એમ ઉપચારથી-
વ્યવહારથી કથન છે.
(પ્રવ. રત્ના. ભાગ-૭ પાનુ-૧૧૭)