Pravach Ratno Part 1 (Gujarati). Date: 01-07-1978 Pravachan: 22.

< Previous Page   Next Page >


Page 69 of 225
PDF/HTML Page 82 of 238

 

શ્રી પ્રવચન રત્નો-૧ ૬૯

પ્રવચન ક્રમાંક – ૨૨ દિનાંક ૧–૭–૭૮

(કહે છે કે) ‘વળી દાહ્યના, બળવાયોગ્ય પદાર્થના આકારે થવાથી અગ્નિને દહન-બાળનાર કહેવાય છે’ - અગ્નિ, બળવાયોગ્ય પદાર્થને આકારે થવાથી, તે અગ્નિને ‘બાળનાર’ એમ કહેવામાં આવે છે, જાણે કે પરને બાળતો હોય! એમ કહેવામાં આવે, કહેવામાં આવે! તોપણ દાહ્યકૃત અશુદ્ધતા તેને નથી’ - જે અગ્નિ, બળવાલાયક (પદાર્થ) રૂપે થઈ, તેથી તે બળવાલાયક પદાર્થને કારણે, અગ્નિ એ (ના આકારે થઈ, એમ નથી.

એ અગ્નિ, પોતે જ પોતાના સ્વભાવથી, પોતાને પ્રકાશતી અને પરને પ્રકાશતી (તે) પોતે જ પરિણમે છે અગ્નિરૂપે, અગ્નિરૂપે એ બાળે છે એને આકારે એ (અગ્નિ) થયો, માટે એટલી પરાધીનતા (અગ્નિને) થઈ, એમ નથી. (ત્યાં તો) અગ્નિ, પોતે જ પોતે પોતાના આકારે પરિણમેલી છે.

‘જ્ઞેયાકાર થયો, એ જ્ઞાનાકાર પોતાનો છે.’ આવું છે! છે ને? (શ્રોતાઃ) હા, જી. ‘તો પણ દાહ્યકૃત અશુદ્ધતા તેને નથી’ તેવી રીતે જ્ઞેયાકાર થવાથી જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી’ - જ્ઞાયક, જેનો જાણક સ્વભાવ (એટલે કે) પોતાને જાણવું. અને ઈ બીજી ચીજના આકારે જ્ઞાન પરિણમ્યું-જ્ઞેયાકાર થયેલ જ્ઞાન, તે જ્ઞાયકભાવને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે (એટલે) ‘જાણનાર’ છે એવું પ્રસિદ્ધ છે. ‘તોપણ જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી.’ ‘જાણનાર’ જણાવાયોગ્યને આકારે થયું જ્ઞાન, છતાં તેને જણાવાયોગ્યને કારણે, ઈ (જ્ઞાનની) પર્યાય થઈ, એમ નથી.

આહા.. હા! એ તો જ્ઞાનાકારરૂપે પરિણમન જ પોતાનું (જ્ઞાયકનું) એ જાતનું છે. (એમાં) પરનું જાણવું છે અને પરને જાણવાનો પર્યાય થયો ઈ (જ્ઞાનપર્યાય) પોતાનો, પોતાથી થયો છે, પરવસ્તુ છે ઈ રાગાદિ તેથી અહીંયાં રાગ ને પરનું જ્ઞાન થયું, એમ નથી.

આહા.. હા! ત્યાં સુધી તો આવ્યું’ તું! (કહે છે) ‘કારણ કે જ્ઞેયાકાર અવસ્થામાં’ - ‘જે જ્ઞાન છે’ જ્ઞેય જણાય એ જણાવાલાયક પદાર્થ, તે પદાર્થને આકારે, અવસ્થામાં-એ જ્ઞેયાકાર અવસ્થામાં, જ્ઞાયકપણે જે જણાયો, એ તો જ્ઞાયકપણે જણાયો છે, પરપણે જણાયો છે, એમ છે નહીં..! આહા.. હા! જાણવાના પ્રકાશ કાળે, જ્ઞેયને-રાગને જાણતાં છતાં, એ રાગને આકારે જ્ઞાન થયું એમ નથી. એને કારણે (એ આકાર) નથી. એ પોતાનો સ્વપરપ્રકાશ સ્વભાવ છે, સ્વને પ્રકાશે છે ને રાગને પ્રકાશે છે, એ સ્વનીપ્રકાશશક્તિને કારણે પ્રકાશે છે!! એ રાગને કારણે પરને પ્રકાશે છે (કે) જ્ઞેયાકાર. જ્ઞેયને કારણે અશુદ્ધતા- પરાધીનતા થઈ એમ નથી. આહા..! આવું છે!

ન્યાયનું તત્ત્વ ઝીણું બહું! આહા.. હા! છે? (કહે છે કેઃ) ‘જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જણાયો’ જોયું? ત્યાં રાગનું જ્ઞાન થયું એમ કહેવું તે વ્યવહાર છે. એ રાગસંબંધીનું જ્ઞાન (કહેવાય તે) જ્ઞાનનું જ્ઞાન અહીંયાં પોતાનું થયું છે આહા... હા!