૭૦ શ્રી પ્રવચન રત્નો-૧
(શ્રોતાઃ) પોતાનું જ્ઞાન કહેવું એ ભેદ થયો ને? (ઉત્તરઃ) ભેદ છે ને..! એટલું કર્ત્તા-કર્મપણું સિદ્ધ કરવું છે ને..! કેમ કે આંહી તો કર્તા પર્યાયને સિદ્ધ કરવી છે. સ્વને જાણનારું જ્ઞાનને પરનું જાણનારું જ્ઞાન, એ સ્વ-પરપ્રકાશક જ્ઞાન, તે આ જ્ઞાયકનું કાર્ય છે, કર્મ છે, ને આત્મા તેનો કર્ત્તા છે. અહા..! રાગ છે.. એનું જ્ઞાન આંહી થયું માટે રાગ કર્તા છે ને જ્ઞેયાકાર-રાગને આકારે જ્ઞાન થયું તે રાગનું કાર્ય છે, એમ નથી! ઝીણી વાત છે બાપુ! બહુ.. આહા.. હા!
આહા.. હા.! આચાર્યે એમ કહ્યું હતું ને..! મારો અને પરનો મોહ હણાવા માટે હું કહીશ’ એ અમૃતચંદ્રાચાર્યે એમાંથી કાઢયું, જ્યાં પોતે કાઢયું ત્રીજા શ્લોકમાં. કે હું આ ટીકા કરું છું તેમાં મારી શુદ્ધતા થજો, કેમકે અનાદિની મને અશુદ્ધતા છે, મુનિ છું-આચાર્ય છું પણ હજી અશુદ્ધતાનો અંશ અનાદિનો છે એ આ ટીકાના કાળમાં-પાઠ એવો છે કે ટીકાથી.. -પણ, એનો અર્થ એ છે કે ટીકાના કાળમાં મારું લક્ષ ધ્રુવ ધ્યેય ઉપર છે, એનાં જોરમાં અશુદ્ધતા ટળજો,! , એમ આચાર્ય પોતે કહે છે, કે ‘હું જે આ સમયસાર કહીશ, એ મારા ભાવ અને દ્રવ્યશ્રુતિથી કહીશ’ અને ભાવવચન અને દ્રવ્યવચનથી કહીશ. આહા..! સામાના (સાંભળનારાના) દ્રવ્યવચન અને દ્રવ્યશ્રુતિ નથી કીધી. (જો કે) સામામાં તો અનંત સિદ્ધને સ્થાપ્યા છે, એ સ્થાપ્યા છે એટલે કે જે સ્થાપે છે, તેને સ્થાપ્યા છે- એમ કહેવામાં આવે છે.
આહા.. હા! અહીંયાં તો કહે છે જે આ ‘વંદિતુ સવ્વસિદ્ધે’ -સર્વ સિદ્ધોને સ્થાપ્યા છે મેં મારી પર્યાયમાં, એનું નામ ‘વંદિતું સવ્વસિદ્ધે’! કેમકે ધ્યેય જે-સાધ્ય જે આત્મા!! એના ધ્યેયના સ્થાને સિદ્ધ છે, માટે સિદ્ધને હું નમસ્કાર કરું છું, એટલે કે સિદ્ધને હું મારી પર્યાયમાં સ્થાપુ છું. એ મારી પર્યાય, પોતે સિદ્ધપણાને પામશે! અને પર્યાય, સિદ્ધ એવી મારી થઈ, તે તરફ જશે જ માટે હું એને વંદન કરું છું, માટે મેં મારી પર્યાયમાં એને સ્થાપ્યા છે!
આહા..? અને શ્રોતાઓ પણ.. બધા શ્રોતાઓ એમ નહીં (પરંતુ) જે શ્રોતાઓ! જેમણે પોતાની જ્ઞાનની પર્યાયમાં અનંતા સિદ્ધને સ્થાપ્યા એમ મેં કહ્યું પણ એ (શ્રોતા પોતે) સ્થાપે જ્યારે, એની એકસમયની અલ્પજ્ઞ અવસ્થા, એને એણે (શ્રોતાએ) જ્ઞેય કરીને સાંભળ્યું, સાંભળીને પર્યાયમાં લીન થઈ (પર્યાયને એકાગ્ર કરીને) સિદ્ધને એ સ્થાપે, એટલે કે રાગથી પૃથક થઈને, જ્ઞાનની પર્યાયમાં સ્થાપે (અર્થાત્) એનું લક્ષ, જેમ ‘અરિહંતના દ્રવ્યગુણપર્યાયનો જાણનારો પોતાને જાણે’ - એમ કહ્યું, એમ અનંતા સિદ્ધોને જેણે (પોતાની) પર્યાયમાં સ્થાપ્યા, એને અનંતા સિદ્ધોને પર્યાયમાં જાણ્યા!!
આહા.. હા! એકસમયની જ્ઞાનની પર્યાયે અનંતા સિદ્ધોને જાણ્યા!! ઈ તો એક અરિહંતને જાણ્યા કહો કે અનંત અરિહંતને જાણ્યા કહો-એમ એક સિદ્ધને જાણ્યા કહો કે અનંત સિદ્ધને જાણ્યા કહો, બધું એક જ છે. એ અનંતા સિદ્ધ જે અલ્પજ્ઞ અવસ્થામાં જાણ્યા, અનંત જે સર્વજ્ઞો છે એને સ્થાપ્યા આંહી મારામાં, એ તો મારી વાત રહી (આચાર્યે કહ્યું પણ) મેં પરમાં સ્થાપ્યા (કહ્યું) પણ એ સ્થાપે ત્યારે (મેં) પરમાં સ્થાપ્યા એમ વ્યવહાર કહેવામાં આવે છે.
આહા... હા! એની અલ્પજ્ઞ દશામાં, અનંતા સર્વજ્ઞોને ‘वंदितुं’ – વંદે છે એટલે કે સ્થાપે છે આહા.. હા! એ અનંતા સિદ્ધોને જે પર્યાય જાણે-સ્થાપે એ પર્યાય, વિવેક કરીને દ્રવ્ય તરફ ઢળ્યા વિના રહે નહીં, આહા.. હા! આવી વાતું છે! ઘણી ગંભીર!! ગાથામાં જેમ જેમ ઊંડું જાશે ને... એનાં