શ્રી પ્રવચન રત્નો-૧ ૭૩ (વ્યવહાર) જાણેલો પ્રયોજનવાન ભાષા તો ચારેકોર એક, અવિરોધ વાતને સિદ્ધ કરે છે.
આહા. હા! એ... ‘જ્ઞાયકપણામાં’ જે રાગ-વ્યવહાર આવ્યો તે જણાણો તે રાગ છે તેને જાણે છે, તે રાગ છે માટે અહીંયાં રાગનું જ્ઞાન, જ્ઞેયાકારે જ્ઞાન થયું એમ નથી. આહા.. હા! આવો મારગ એટલે સાધારણ માણસ બિચારો શું કરે? વીતરાગ! સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ! ત્રણલોક જેણે જાણ્યા, એ પરમેશ્વરનું આ બધું કથન છે. એક સિદ્ધનું કહોકે અનંતા સિદ્ધનું કહો, એક તીર્થંકર નું કહો કે અનંતા સંતોનું કહો!!
આહા.. હા! અને મુનિ તો છે, એની પર્યાયમાં ત્રણ કષાયનો અભાવ છે જિનદશા જેમને પ્રગટી છે!! એને મુનિ કહીએ. એ મુનિ કહે છે કે ‘હું આ સમયસાર ને કહીશ’ આ ‘કહીશ’ (કીધું) તો વિકલ્પ છે ને...! (મુનિમહારાજ કહે છે) વિકલ્પ છે પણ મારું જોર ત્યાં નથી. (મેં કહીશ એમ કહ્યું) તો હું ત્યાં ‘સ્વભાવ’ તરફના જોરમાં, લક્ષની વાત ત્યાં કરીશ, મારું જોર તો ત્યાં છે. ગજબ છે ને...!! તેથી અશુદ્ધતા ટળી જશે, એમ સાંભળનારને પણ અનંતા સિદ્ધોને પોતે જ્યાં પર્યાયમાં અનંતા સિદ્ધોને જેણે સ્થાપ્યાં, તેણે સાંભળતાં... સ્વલક્ષે સાંભળે છે, અમારી પૂરણ વાત આવશે, એથી અમને અને તમને સ્વલક્ષથી મોહ ટળશે. ઈ અસ્થિરતા (અમારી) એમાં ટળી જશે અને શ્રુતકેવળી થશે એટલે સમકિતી થશે જ. શ્રુત કેવળીએ કહેલું છે, ઈ (અનુભવીને) શ્રુતકેવળી પોતે થશે જ એટલે સમકિતી થશે જ. પછી કેવળી થશે. આહા.. હા! (ભાઈ!) આ ગાથાનો આવો અર્થ છે. પાર પડે તેવું નથી, દિગંબર સંતો એટલે કેવળીના કેડાયતો! બાકી બધાએ કલ્પનાની વાતું કરી છે સૌંએ, આહા...! આમાંતો એક-એક શબ્દની પાછળ કેટલી ગંભીરતા છે, ભાઈ!
એ કહે છે કે ભલે! અમે ‘જ્ઞાયક’ કહીએ છીએ, અને ‘જ્ઞાયક’ ને જાણ્યો!! અને ‘જાણનારે’ પણ જાણ્યો!! હવે ઈ ‘જાણનારો’ છે તો પરનો “જાણનારો”છે ઈ ભેગું આવ્યું’ સ્વ-પરપ્રકાશક છે ને?!
તો, પરનો ‘જાણનારો’ છે માટે પરને જાણે છે (એટલે કે) પર છે તેને આકારે જ્ઞાન અહીંયાં થયું! (તો,) પર છે તે સ્વરૂપે જ્ઞાન થયું તો...., એટલી તો જ્ઞેયકૃત અશુદ્ધતા આવી કે નહીં? અહા..! એટલી જ્ઞેયકૃત-પ્રમેયકૃત પરાધીનતા આવી કે નહીં?
ના, એતો, રાગના જ્ઞાનકાળે કે શરીરના જ્ઞાનકાળે જ્ઞાન-જ્ઞાયકપણાની પર્યાયપણે જ જણાયો છે, તેણે (સાધકે) રાગની પર્યાય તરીકે ન રાગથી જ્ઞાન થયું છે, એમ જાણ્યું નથી. આહા.. હા! કો ‘ભાઈ! બીજે છે આવી વાતું?! અરે, પ્રભુ! તને ખબર નથી, ભાઈ! આહા..! તારું દ્રવ્ય ને તારી પર્યાય, એનું સામર્થ્ય કેવું છે!!
આહા.. હા! અહીં તો કહેછે કે રાગ ને શરીરને કે જે કંઈ દેખાય, તે કાળે તેને આકારે જ્ઞાન થયું, માટે એને કારણે થયું એમ નથી. અમારો જ્ઞાનનો સ્વભાવ જ એવો છે કે સ્વને જાણતાં, પરનું જાણવાનો પર્યાય મારો પોતાથી પોતાનો થયો છે, એને અમે જાણીએ છીએ. આહા.. હા!
અરે, પ્રભુની વાણી તો જુઓ! આહા..! એવા સંતોની સાક્ષાત્ મળે એવી વાણી! આહા.. હા! ગજબ વાતુ છે ને...!
(કહે છે કે) એ ‘જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જણાયો-જ્ઞાનની પર્યાય તરીકે એ જણાયો છે.