૭૪ શ્રી પ્રવચન રત્નો-૧ એ પરની પર્યાય તરીકે જણાયો, એમ છે.. નહીં. આહા.. હા! છે ને સામે પુસ્તક છે! ભાઈ! મારગ બહુ ઝીણો બાપુ! જેને અનંત સંસારનો અંત અને અનંત ગુણની પર્યાય આદિ અનંત પ્રગટે. બાપુ! એ મારગડા કોઈ અલૌકિક છે એ જ્ઞાનાકાર અવસ્થામાં એ હોય. રાગને જાણવાની અવસ્થામાં જ્ઞાયકપૂર્ણ જે જણાયો છે. એ જ્ઞાયકની પર્યાયપણે જે જણાયો છે અન્યની પર્યાયપણે તે જણાયો છે એમ છે નહીં.
આહા...! ‘જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી’ એટલે? રાગની એ વખતે શરીરની ક્રિયા તે વખતે થાય, તે રીતે જ્ઞાન પોતે પરિણમે-જાણે, છતાં તે જ્ઞેયકૃતની અશુદ્ધતા-પરાધીનતા જ્ઞાનના પરિણમનને નથી. આહા.. હા! જે જ્ઞાનનું પરિણમન થયું, તે જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે થયું છે ‘તે જાણનારો જણાયો છે’ પણ જણાય એવી ચીજ જણાતી નથી. જે જણાય છે એ ચીજ (રાગ-શરીરાદિ) એમાં જણાઈ નથી. ‘જાણનારો જણાયો છે ત્યાં’ ગૂઢ વાતું છે ભાઈ! અલૌકિક ચેતનસ્વરૂપ જ અલૌકિક છે બાપુ!
આહા..! એકસમયની પર્યાયમાં સર્વજ્ઞને સ્થાપીને ગજબ કામ કર્યાં છે ને! ઉપાડી લીધા છે!! જેણે સ્થાપ્યા પોતાની પર્યાયમાં અનંતા સિદ્ધોને, એને સંસારથી ઉપાડી લીધા છે, એને જ હો? એકલા શ્રોતા તરીકેને નહીં.
આહા.. હા! જેણે... અનંતા... સિદ્ધોને... પોતાની... પર્યાયમાં સ્થાપ્યાં અને જેને જ્ઞાનનું- જ્ઞાયકનું જ્ઞાન થયું તે જ્ઞાન, રાગ ને પરને જાણે તેથી તેને જ્ઞેયકૃત-પ્રમેયકૃત અશુદ્ધતા ન થઈ (કારણ કે) એ તો જ્ઞાયકની પર્યાય થઈ, એને એ જાણે છે. એ રાગને જાણવા કાળે રાગઆકારે જ્ઞાન થયું, એ રાગને કારણે જ્ઞાન તે આકારે થયું એમ નથી. તે કાળે જ્ઞાન જ પોતાના જ્ઞાનાકારે થવાનો પર્યાયનો સ્વભાવ છે તે રીતે થયું. ‘તો તે વખતે રાગ જણાયો નથી’ ‘જાણનારો’ જાણનારની પર્યાય તેને તે જાણે છે. સમજાણું કાંઈ...?
આહા... હા! ‘તે’ .... ‘જ્ઞાનાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જણાયો’ ‘તે’ ..... ‘સ્વરૂપ પ્રકાશનની (સ્વરૂપને જાણવાની) અવસ્થામાં પણ પોતે જણાયો છે’ શું કીધું ઈ?
કે, આ જ્ઞાયકપ્રભુ! પોતાને જ્ઞાયક તરીકે જ્યાં જાણ્યો! સમ્યગ્દર્શન-જ્ઞાનમાં જણાયો, એ વખતે જે જ્ઞાનમાં, રાગાદિ પર (પદાર્થ) જણાય, એ કાળે પણ તેણે તે રાગને (પરને) જાણ્યો છે એમ નહીં. (પરંતુ) રાગસંબંધીનું પોતાનું જ્ઞાન, પોતાથી થયું છે તેને તે જાણે છે, ‘જ્ઞેયાકાર અવસ્થાના કાળમાં, પણ (સાધક) પોતાની અવસ્થાને જાણે છે. અને સ્વરૂપ-પ્રકાશનની અવસ્થામાં પણ (પોતે જણાયો છે) બેય વાત લીધીને....!!
શું કીધું? ‘જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જણાયો... ‘તે’ ‘સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં પણ પોતે જણાણો છે’ આહા.... હા! સ્વરૂપપ્રકાશનની અવસ્થામાં પણ, તે ‘જ્ઞેયાકાર જ્ઞાનના’ કાળે પણ, જ્ઞાયકની પર્યાયમાં, ‘જાણનારો છે’ તેની પર્યાય જણાણી છે, અને સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં પણ ‘જાણનારો છે’ તેની પર્યાય જણાણી છે. દ્રષ્ટાંત આપે છે. ‘દીવાની જેમ’; કર્તા-કર્મનું અનન્યપણું હોવાથી... જ્ઞાયક જ છે.
આહા...! પોતે જાણનારો માટે પોતે ‘કર્તા’ , પોતાને જાણ્યો માટે પોતે ‘કર્મ’ , આ પર્યાયની વાત છે હો!! ‘જાણનાર’ ને જાણ્યો અને પર્યાયને જાણી-એ જાણવાનું પર્યાયનું કાર્ય, કર્તા જ્ઞાયક, એનું તે