શ્રી પ્રવચન રત્નો-૧ ૭પ કાર્ય છે. એ રાગ-વ્યવહાર જાણ્યો માટે વ્યવહારકર્તા અને જાણવાની પર્યાય કાર્ય એમ નથી. આહાહાહા! કેટલું સમાડયું છે!!
અજ્ઞાની કહે કે મેં પંદર દિવસમાં (સમયસાર) વાંચી નાખ્યું! બાપા, ભાઈ! તારો પ્રભુ (આત્મા) કોણ છે? (કેવો છે) ઐને જાણવા માટે આવી વાણી! ભાઈ, અરે! અનંતકાળના પરિભ્રમણના અંત આવે, એનો સાચો પ્રયત્ન તેં કર્યો નથી. ઊંધો પ્રયત્ન કરી ને માન્યું છે કે અમે કંઈક કરીએ છીએ, ધર્મ કરીએ છીએ, હેરાન થઈને ચારગતિમાં રખડે છે!
આહા.. હા! આંહી કહે છે, કે ભગવાન આત્માને જ્યારે સર્વજ્ઞપણે સ્થાપ્યો ને જ્યારે સર્વજ્ઞસ્વભાવનું ભાન થયું, ત્યારે તેણે સ્વ-જ્ઞાનને-જાણનારને તો જાણ્યો, પણ તે વખતે પરને જાણ્યું છે તે વખતે પણ, જાણનારની પર્યાયને જ એ જાણે છે. ‘જાણનારની પર્યાય તરીકે જણાયો છે’ -તે વખતે પણ રાગની પર્યાય તરીકે જણાયો, માટે જાણે છે એમ નથી. આહા.. હા..!
આ તો પુસ્તક સામે છે, ક્યા શબ્દનો અર્થ થાય છે! આહા..! ભગવાન પરમાત્મા, એની વાણી અને મુનિની વાણીમાં ફેર નથી. મુનિઓ આડતિયા થઈને આ સર્વજ્ઞની વાણી જ કહે છે. ભાઈ! તમે સાંભળી નથી, તે વાત! આહા.. હા..!
તું કોણ છો..? અને તું કોણ (કોને) જાણનારો છો? કે હું જ્ઞાયક છું અને હું મારી પર્યાયને જાણનારો છું. એ જ્ઞાનની પર્યાય એ મારું કાર્ય છે- ‘કર્મ’ છે અને ‘કર્તા’ હું છું.
ખરેખર તો, પર્યાય ‘કર્તા’ ને પર્યાય જ ‘કર્મ’ છે. પણ, અહીં જ્ઞાયકભાવને કર્તા તરીકે સિદ્ધ કરીને, જ્ઞાનપર્યાય તેનું કાર્ય છે-એમ સિદ્ધ કર્યું છે. ખરેખર તો, તે જ્ઞાનની પર્યાય તેનું ‘કાર્ય’ છે અને તે વખતનો જે પર્યાય છે તે જ એ પર્યાયનો ‘કર્તા’ છે.
આખું, દ્રવ્ય છે એ તો ધ્રુવ છે એ તો ધ્રુવ છે, એ તો કર્તા છે નહીં, કર્તા કહેવો એ તો ઉપચાર છે. અને ધ્રુવ છે એ તો પરિણમતો નથી, બદલાતો નથી. બદલનારી પર્યાય જે જ્ઞાયકને જાણનારી થઈ, એ પરને જાણવાકાળે પણ, પોતાના જ્ઞાનપણે પરિણમી, માટે તે પોતે જ ‘કર્તા’ ને પોતે જ પોતાનું ‘કર્મ’ છે. રાગ ‘કર્તા’ ને જ્ઞાનની પર્યાય તેનું ‘કાર્ય’ છે એમ નથી. આહા. હા..! જેના એક પદમાંથી બહાર નીકળવું કઠણ પડે, એટલી તો ગંભીરતા છે!!
આહા.. હા! બાપુ! પ્રભુ! તું મહાપ્રભુ છો ભાઈ! તું મહાપ્રભુ છો.. ને તારી પર્યાય પણ મહાપ્રભુની છે!! જે જણાયો છે એની એ પર્યાય છે આહા.. હા! એ પ્રભુની પર્યાય છે, એ રાગની નહીં આહા.. હા!
આ જ્ઞાનમાં સ્વને જ્યાં જાણ્યો, તે વખતે આ પરનું જાણવું ત્યાં થાય છે ને...! એ પરનું જાણવું થયું ઈ પરને લઈને જાણવું થયું એમ નથી. એ જાણવાનો પર્યાય જ પોતે, પોતાના સ્વપર પ્રકાશક સ્વભાવની પરિણમવાની તાકાતથી પોતે પરિણમ્યો છે. તેથી તે પર્યાય ‘કાર્ય’ છે ને તે જ પર્યાય ‘કર્તા’ છે ને દ્રવ્ય ભલે કર્તા કહેવામાં આવે છે આહા.. હા!