૭૬ શ્રી પ્રવચન રત્નો-૧
ખરેખર, ષટ્કારકનું પરિણમન પર્યાયમાં છે, દ્રવ્યમાં ષટ્કારકની શક્તિ છે, પણ પરિણમન નથી. સમજાણું કાંઈ...?
તેથી જ... જે જ્ઞાનની પર્યાયે પોતાને જાણ્યો, તે જ પર્યાયે, રાગસંબંધીના પોતાના જ્ઞાનની પર્યાયને તેણે જાણી. (સાધકને) વિકલ્પ જે ઊઠે છે તેનું જે જ્ઞાન થાય છે, તે જ્ઞાનની પર્યાયને, જ્ઞાનપર્યાય પોતે પોતાથી જાણે છે અને તે (જ્ઞાનપર્યાય) પોતાથી થઈ છે. વ્યવહારથી થઈ નથી.
પર્યાય, વ્યવહારને જાણનારી પર્યાય (સાધકદશામાં) વ્યવહાર આવ્યો રાગાદિ અને તે જ્ઞાનની પર્યાય, એનાથી (વ્યવહારથી) થઈ છે એમ નથી. એમાં ક્યાં જ્ઞાન હતું? રાગમાં ક્યાં જ્ઞાન હતું કે રાગ જાણે! જેમાં જ્ઞાયકનું જ્ઞાન ભરેલું છે જ્ઞાયકમાં (તે જાણે છે) આહા... હા! જ્યાં અંદરમાં જ્ઞાન થતાં, જાણનારો જાણે છે, તો તે જાણનારો પોતે પોતાને જાણે છે અને જાણનારો પોતાની પર્યાયને જાણે છે.
‘રાગને જાણે છે’ એમ કહેવું તે પણ વ્યવહારથી કથન છે. આહા.. હા! સમજાણું કાંઈ...? લ્યો! ‘દીવાની જેમ’ - ‘કર્ત્તા-કર્મનું અનન્યપણું છે’ અનેરાપણું નથી. કર્તા છે તે જ કર્મ છે ને કર્મ છે તેનો તે જ કર્તા છે. સમજાણું કાંઈ...? એટલે કે ‘થનારો’ અને ‘થયું’ તે બે અનન્ય છે. જુદા જુદા નથી. કર્તા=થનારો; કર્મ=થયું, તે બે અનન્ય છે, તે બેય એક જ વસ્તુ છે.
આહા... હા! ‘અનન્યપણું હોવાથી જ્ઞાયક જ છે.’ પોતે જાણનારો એ ‘કર્ત્તા’ માટે પોતે કર્ત્તા, રાગસંબંધીનું જ્ઞાન થયું છે તે જ્ઞાનની પર્યાયનો કર્ત્તા પોતે છે અને તેનું ‘કર્મ’ પણ એનામાં છે.
એ જ્ઞાનમાં, રાગને જાણે છે એમ નથી ને રાગને લઈને જાણે છે એમ નથી. આહા.. હા! હવે આવી વ્યાખ્યા! સાધારણ બિચારા જીવો કે જે સંપ્રદાયમાં પડયા હોય અને આખો દિ’ ક્યારેય વખત મળતો ન હોય, જિંદગી જાય. આહા...! એમાં બે ધડી સાંભળવા જાય ને... મળે એવું સત્યથી વિરુદ્ધની વાતું મળે!!
(કહે છે) ‘એ જ્ઞેયાકાર અવસ્થામાં પણ જ્ઞાયકપણે જે જણાયો તે સ્વરૂપપ્રકાશનની અવસ્થામાં પણ જ્ઞાયક પણે જણાયો, જ્ઞાયક જ છે. છે ને છેલ્લો શબ્દ! વચ્ચેનું લખાણ મૂકી દ્યો. (અને પછી વાંચો) ‘દીવાની જેમ’ - કર્ત્તા-કર્મનું અનન્યપણું હોવાથી, તે સ્વરૂપપ્રકાશનની અવસ્થામાં પણ જ્ઞાયક જ છે’ એમ છે ને...? ઓલું તો (દીવાની જેમ) દ્રષ્ટાંત છે.
આહા.. હા! કોઈ એમ જાણે કે, આપણે સમયસાર સાંભળ્યું છે, માટે એમાં કાંઈ નવીનતા ન હોય, એમ નથી પ્રભુ! આહા..! એ... નવી વસ્તુ છે બાપુ! ભગવાન!
શું કીધું? ‘પોતે જાણનારો માટે પોતે કર્ત્તા’ -રાગની, શરીરની ક્રિયા થઈ, એનું આંહી જ્ઞાન થયું, એ જ્ઞાનનું કાર્ય પોતાનું છે. એ કાર્ય, રાગનું શરીરનું નથી, તેથી તે કાર્ય પોતે-જ્ઞાનની પર્યાય જાણે છે તે કર્ત્તા અને પોતાને જાણ્યો માટે. પોતે કર્મ પર્યાયની વાત છે હો! અહીંયાં. જણાય છે પર્યાય, એ પર્યાય એનું ‘કાર્ય’ જણાય છે રાગ એમ નથી, તેમ રાગથી અહીં જાણવું થયું-કાર્ય થયું એમ નથી. એ રાગનું કાર્ય નથી, એ જ્ઞાયકનું કાર્ય છે. સમજાનું કાંઈ?
આહા.. હા! એ સરકારના કાયદા ગહન હોય સાધારણ! આ તો ત્રણ લોકના નાથના