શ્રી પ્રવચન રત્નો-૧ ૭૭ કાયદા!! (ગહનમાં ગહન!) આહા... હા! સર્વજ્ઞસ્વરૂપ, તો તેના કાયદા કેવા હોય બાપા! એક-એક ગાથામાં કેટલી ગંભીરતા છે!!
આહા.. હા! ‘પોતે જાણનારો માટે પોતે કર્તા’ -કોનો જાણનારો? પોતાની પર્યાયનો આહા.. હા.. હા! કેવળી, લોકાલોકને જાણે છે, એ પણ નહીં. કેવળી પોતાની પર્યાયને જાણે છે. આહા.. હા! પર્યાય તેનું કાર્ય છે ને કર્ત્તા તેનું દ્રવ્ય, એટલે જ્ઞાન (પર્યાય) છે. આહા.. હા! લોકાલોક છે માટે આંહી (તેનું) જ્ઞાન થયું છે પરનું-એમ નથી. અહા! સમજાણું કાંઈ આમાં?
આ પ્રશ્ન તો ત્ર્યાસીની સાલમાં ઊઠેલો, સંવત ૧૯૮૩, કેટલાં વરસ થયાં? એકાવન. એકાવન વરસ પહેલાં (આ) પ્રશ્ન ઉઠયો’ તો કે આ લોકાલોક છે માટે કેવળજ્ઞાન છે કે લોકાલોકનું જ્ઞાન છે કે જ્ઞાન પોતાથી છે લોકાલોકનું છે નહીં. આ એક પ્રશ્ન હતો. શેઠે એમ કહ્યું કે લોકાલોક છે તો તેનું આહીં જ્ઞાન થયું છે. જ્યારે વીરજીભાઈએ ના પાડી કે એમ નથી. પછી બન્ને ઠઠે આવ્યા, અને મને પૂછયું. કીધું બાપુ! એમ નથી. કેવળજ્ઞાન તો પોતાથી થાય છે. કેવળજ્ઞાનના કાર્યનો કર્તા આત્મા કર્મ કેવળજ્ઞાન લોકાલોક કર્તા ને કેવળજ્ઞાન ‘કર્મ’ એટલા બધા શબ્દો ત્યાં ત્યારે નહોતા એ વખતે, પણ લોકાલોક છે માટે જ્ઞાનપર્યાય થઈ છે એમ નથી. આહા.. હા! સમજાણું કાંઈ...?
અરે રે! એક પણ વાતને... સર્વજ્ઞના ન્યાયથી બરાબર જાણે, તો એક ‘ભાવ’ જાણે એમાં બધા ‘ભાવ’ જાણે એમાં બધા ‘ભાવ’ (યથાર્થ) જણાય જાય પણ એકકેય ભાવના ઠેકાણાં ન મળે! આહા... હા! અરે રે! જિંદગી પૂરી થવા આવી તો પણ જે કરવાનું હતું તે રહી ગ્યું!! કર્યા.. ધુમાડા એકલા પાપના! અરે! પુણ્યનાં પણ ઠેકાણાં ન મળે! એને માટે ચાર-ચાર કલાક સાચો સત્સમાગમ કરવો જોઈએ.
આહા...! સત્સમાગમ પણ કોને કહેવો તેની પણ હજી સમજણ નથી કરી અને સત્શાસ્ત્રનું ચાર-ચાર કલાક વાંચન કરે હંમેશા, તો પુણ્ય તો બંધાય, એનાં ય ઠેકાણાં ન મળે! ધરમ તો ન મળે, પણ પુણ્યનાં ય ઠેકાણાં ન મળે!! સત્શાસ્ત્ર, સત્સમાગમ, એ બેનો પરિચય, ચોવીસ કલાકમાં ચાર કલાક રહે તે પુણ્ય બાંધે, ધરમ નહીં. ધરમ તો રાગથી પૃથક્ પડીને સર્વજ્ઞપણાનું સ્વરૂપ મારું સ્વરૂપ છે, એવો અંતરમાં અનુભવ કરે, દ્રષ્ટિ કરીને ત્યારે તેને સમ્યગ્દર્શન થાય. સમજાણું કાંઈ... ?
તો કહે છે કે ‘જેમ દીપક ઘટપટાદિને પ્રકાશિત કરવાની અવસ્થામાં ય દીપક છે’ દીવો જે છે ને...! એ ઘટને, પટને-પટ એટલે વસ્ત્ર, અને પ્રકાશવાકાળે તો દીવો તો દીવો જ છે. એ દીવો, ઘટ- પટને પ્રકાશે એટલે એ-રૂપે થયો છે? ના, ‘દીપક ઘટ-પટાદિને પ્રકાશિત કરવાની અવસ્થામાં ય દીપકજ છે’ શું કીધું? દીવો, ઘટ-પટાદિની અવસ્થાને પ્રકાશવાકાળે દીવો તો દીવારૂપે છે. એ ઘટ-પટને પ્રકાશવા કાળે, ઘટપટની અવસ્થાપણે એ દીવો થયો નથી, ઘટપટને લઈને પ્રકાશે છે એમ નથી. દીવાના પ્રકાશને લઈને પ્રકાશે છે. એમ ઘટ-પટને જ્ઞાન પ્રકાશે છે, એ જ્ઞાન એનું નથી, એ પોતાના (જ્ઞાન) પ્રકાશને લઈને પ્રકાશે છે. આહા.. હા!’ જેમ દીપક ઘટ-પટાદિને પ્રકાશિત કરવાની અવસ્થામાંય દીપક જ છે.’ ‘અને પોતાને, પોતાની જ્યોતિરૂપ શિખાને, પ્રકાશવાની અવસ્થામાં પણ દીપક જ છે. એમ, ‘જ્ઞાયક’ રાગને-પરને જાણવા કાળે પણ, જ્ઞાયકની પર્યાયનું જ્ઞાન છે અને પોતાને પ્રકાશવા કાળે પણ જ્ઞાનની