Pravach Ratno Part 1 (Gujarati).

< Previous Page   Next Page >


Page 79 of 225
PDF/HTML Page 92 of 238

 

શ્રી પ્રવચન રત્નો-૧ ૭૯ નિશ્ચયવ્રત કોને કહેવું, એની ખબર ન મળે! વ્રત કરીએ તો સંવર થાય ને અપવાસ કરીએ તો નિર્જરા થાય! અરે, ભગવાન! એ વ્રતના વિકલ્પો જે વ્યવહારના છે એ પુણ્યબંધનું કારણ છે. એ અપવાસના જે વિકલ્પો છે વ્યવહારના એ પણ પુણ્યબંધનું કારણ છે, જો રાગમંદ કર્યો હોય તો! ત્યાં સંવર, નિર્જરા નથી. આહા.. હા!

(આહોહો!) ત્યાં તો એમે ય કહ્યું છે ને..! ૩૨૦ ગાથા. તે ઉદયને જાણવાકાળે પણ જ્ઞાનની પર્યાયને જાણે, નિર્જરા કાળે પણ નિર્જરાની પર્યાયને જાણે છે તે નિર્જરાને કરતો નથી. ઉદયને જાણવું કહેવું પણ (સાધકને) પોતાને રાગને જાણે છે તે જ્ઞાનની પર્યાય તરીકે એને જાણે છે. નિર્જરાને કાળે જાણે છે એ પણ નિર્જરાની પર્યાય નથી એટલે કે નિર્જરાની જે પર્યાય જ્ઞાનરૂપ થઈ છે એ એ જાણે છે. બંધને જાણે એટલે બંધનું જ્ઞાન થયું છે એ જાણે, તે જ્ઞાનની પર્યાયને જાણે છે. મોક્ષને જાણે, ઉદયને જાણે, અવિપાક-સવિપાક, સકામ-અકામ નિર્જરાને જાણે-એ ચાર બોલ લીધા છે ને...! સવિપાક, અવિપાક, સકામ, અકામના આહા.. હા!

દિગંબર સંતોએ તો ગજબ કામ કર્યાં છે! તેને સમજનારા.. વિરલ પાકે! બાકી આવી વાત બીજે ક્યાંય છે નહીં ભાઈ! એની ઊંડપની વાતુ અમે શું કહીએ!!

આહા...! અને કર્તા-કર્મનું અનન્યપણું છે, એમ કહ્યું. એટલે શું? કે ‘કર્તા’ અન્યને ‘કાર્ય’ અન્ય, એમ હોઈ શકે નહીં. ‘કર્તા’ જ્ઞાનની પર્યાયનો આત્મા અને પર્યાયનું ‘કાર્ય’ રાગાદિ જાણવું એ એનું ‘કાર્ય’ એમ નથી. કર્તા-કર્મ અનન્ય જ હોય છે. અનન્યપણું એટલે? તે જ કર્તા ને તે જ ‘કર્મ’! આહા.. હા! તેજ કર્તા ને તે જ કાર્ય, એમ કહે છે. આહા.. હા! રાગને જાણવાકાળે જ્ઞાન, જ્ઞાનરૂપે જ થયું છે તેથી તેનું ‘કર્તા’ જ્ઞાન અને ‘કર્મ’ પણ જ્ઞાન!!

એ રાગનું જ્ઞાન (કહેવાય છે છતાં) રાગ કર્તા ને રાગનું જ્ઞાન કર્મ એમ નથી. આહા.. હા! વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ ઊઠયો, અને એનું જે જ્ઞાન થયું, તે એને લઈને જ્ઞાન થયું છે ને? (ઉત્તરઃ અરે, એમાં ક્યાં જ્ઞાન હતું કે તેનાથી જ્ઞાન થાય, જ્ઞાન તો આહીં છે, આત્મામાં!!

સ્વપરપ્રકાશક જ્ઞાન આવે છે ને..! સમયસાર નાટકમાં આવે છે (સાધ્ય-સાધક ‘સ્વપરપ્રકાશક શક્તિ હમારી, તા તૈં વચન ભેદ-ભ્રમ ભારી’ -સ્વપ્રકાશ જ્ઞેય અને પરપ્રકાશ જ્ઞેય-બેય વસ્તુ જ્ઞેય, જ્ઞેય સ્વને પર બેય, છતાં પણ પરને જાણવાકાળે પર્યાય, પોતે પોતાથી જાણે છે (પોતાને) અહીંયાં એ સિદ્ધ કરવું છે. વિશેષ કહેશે.

* * *
પ્રશ્નઃ સ્વ-પર પ્રકાશક સ્વભાવમાં બે પણું આવ્યું છે કે
એકપણું?
ઉત્તરઃ શક્તિ એક છે. એક પર્યાયમાં અખંડપણું છે, બે પણું
નથી. સ્વ-પર પ્રકાશનું સામર્થ્યપણું એક છે. ભેદ પાડીને બે પણું
કહેવાય છે.
(પરમાગમ સાર બોલ-૮૭૦)