અનાગત પદાર્થને અને ઇન્દ્રિયને) યથોક્તલક્ષણ ( – યથોક્તસ્વરૂપ, ઉપર કહ્યો તેવા) ૧ગ્રાહ્ય-
ગ્રાહકસંબંધનો અસંભવ છે.
ભાવાર્થઃ — ઇન્દ્રિયજ્ઞાન, ઇન્દ્રિય સાથે પદાર્થનો (અર્થાત્ વિષયી સાથે વિષયનો)
સન્નિકર્ષ – સંબંધ થાય તો જ, (અને તે પણ અવગ્રહ -ઈહા -અવાય -ધારણારૂપ ક્રમથી) પદાર્થને
જાણી શકે છે. નષ્ટ અને અનુત્પન્ન પદાર્થોની સાથે ઇન્દ્રિયનો સન્નિકર્ષ નહિ હોવાથી
ઇન્દ્રિયજ્ઞાન તેમને જાણી શકતું નથી. માટે ઇન્દ્રિયજ્ઞાન હીન છે, હેય છે. ૪૦.
હવે, અતીન્દ્રિય જ્ઞાન માટે જે જે કહેવામાં આવે તે તે (બધું) સંભવે છે એમ સ્પષ્ટ
કરે છેઃ —
જે જાણતું અપ્રદેશને, સપ્રદેશ, મૂર્ત, અમૂર્તને,
પર્યાય નષ્ટ -અજાતને, ભાખ્યું અતીંદ્રિય જ્ઞાન તે. ૪૧.
અન્વયાર્થઃ — [अप्रदेशं] જે જ્ઞાન અપ્રદેશને, [सप्रदेशं] સપ્રદેશને, [मूर्तं] મૂર્તને,
[अमूर्तं च] અને અમૂર્તને, [अजातं] તથા અનુત્પન્ન [च] તેમ જ [प्रलयं गतं] નષ્ટ [पर्यायं]
પર્યાયને [जानाति] જાણે છે, [तत् ज्ञानं] તે જ્ઞાન [अतीन्द्रियं] અતીન્દ્રિય [भणितम्]
કહેવામાં આવ્યું છે.
यथोदितलक्षणस्य ग्राह्यग्राहकसंबन्धस्यासंभवतः परिच्छेत्तुं न शक्नुवन्ति ।।४०।।
अथातीन्द्रियज्ञानस्य तु यद्यदुच्यते तत्तत्संभवतीति संभावयति —
अपदेसं सपदेसं मुत्तममुत्तं च पज्जयमजादं ।
पलयं गदं च जाणदि तं णाणमदिंदियं भणियं ।।४१।।
अप्रदेशं सप्रदेशं मूर्तममूर्तं च पर्ययमजातम् ।
प्रलयं गतं च जानाति तज्ज्ञानमतीन्द्रियं भणितम् ।।४१।।
पदार्थेषु कालान्तरितरामरावणादिषु स्वभावान्तरितभूतादिषु तथैवातिसूक्ष्मेषु परचेतोवृत्ति-
पुद्गलपरमाण्वादिषु च न प्रवर्तते । कस्मादिति चेत् । इन्द्रियाणां स्थूलविषयत्वात्, तथैव
मूर्तविषयत्वाच्च । ततः कारणादिन्द्रियज्ञानेन सर्वज्ञो न भवति । तत एव चातीन्द्रियज्ञानोत्पत्तिकारणं
रागादिविकल्परहितं स्वसंवेदनज्ञानं विहाय पञ्चेन्द्रियसुखसाधनभूतेन्द्रियज्ञाने नानामनोरथविकल्प-
जालरूपे मानसज्ञाने च ये रतिं कुर्वन्ति ते सर्वज्ञपदं न लभन्ते इति सूत्राभिप्रायः ।।४०।।
૧. ઇન્દ્રિયગોચર પદાર્થ ગ્રાહ્ય છે અને ઇન્દ્રિય ગ્રાહક છે.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન
૬૯