अथ ज्ञेयार्थपरिणमनलक्षणा क्रिया ज्ञानान्न भवतीति श्रद्दधाति —
परिणमदि णेयमट्ठं णादा जदि णेव खाइगं तस्स ।
णाणं ति तं जिणिंदा खवयंतं कम्ममेवुत्ता ।।४२।।
परिणमति ज्ञेयमर्थं ज्ञाता यदि नैव क्षायिकं तस्य ।
ज्ञानमिति तं जिनेन्द्राः क्षपयन्तं कर्मैवोक्तवन्तः ।।४२।।
परिच्छेत्ता हि यत्परिच्छेद्यमर्थं परिणमति तन्न तस्य सकलकर्मकक्षक्षयप्रवृत्तस्वाभाविक-
परिच्छेदनिदानमथवा ज्ञानमेव नास्ति तस्य । यतः प्रत्यर्थपरिणतिद्वारेण मृगतृष्णाम्भोभार-
संभावनाकरणमानसः सुदुःसहं कर्मभारमेवोपभुञ्जानः स जिनेन्द्रैरुद्गीतः ।।४२।।
बौद्धमतनिराकरणमुख्यत्वेन गाथात्रयं, तदनन्तरमिन्द्रियज्ञानेन सर्वज्ञो न भवत्यतीन्द्रियज्ञानेन भवतीति
नैयायिकमतानुसारिशिष्यसंबोधनार्थं च गाथाद्वयमिति समुदायेन पञ्चमस्थले गाथापञ्चकं गतम् ।।
अथ रागद्वेषमोहाः बन्धकारणं, न च ज्ञानमित्यादिकथनरूपेण गाथापञ्चकपर्यन्तं व्याख्यानं करोति ।
तद्यथा --यस्येष्टानिष्टविकल्परूपेण कर्मबन्धकारणभूतेन ज्ञेयविषये परिणमनमस्ति तस्य क्षायिकज्ञानं
नास्तीत्यावेदयति ---परिणमदि णेयमट्ठं णादा जदि नीलमिदं पीतमिदमित्यादिविकल्परूपेण यदि ज्ञेयार्थं
परिणमति ज्ञातात्मा णेव खाइगं तस्स णाणं ति तस्यात्मनः क्षायिकज्ञानं नैवास्ति । अथवा ज्ञानमेव
नास्ति । कस्मान्नास्ति । तं जिणिंदा खवयंतं कम्ममेवुत्ता तं पुरुषं कर्मतापन्नं जिनेन्द्राः कर्तारः उक्तवंतः ।
હવે જ્ઞેય પદાર્થરૂપે પરિણમન જેનું લક્ષણ છે એવી (જ્ઞેયાર્થપરિણમનસ્વરૂપ) ક્રિયા
જ્ઞાનમાંથી ઉદ્ભવતી નથી એમ શ્રદ્ધે છે (અર્થાત્ એવી શ્રદ્ધા વ્યક્ત કરે છે)ઃ —
જો જ્ઞેય અર્થે પરિણમે જ્ઞાતા, ન ક્ષાયિક જ્ઞાન છે;
તે કર્મને જ અનુભવે છે એમ જિનદેવો કહે. ૪૨.
અન્વયાર્થઃ — [ज्ञाता] જ્ઞાતા [यदि] જો [ज्ञेयं अर्थं] જ્ઞેય પદાર્થરૂપે [परिणमति]
પરિણમતો હોય [तस्य] તો તેને [क्षायिकं ज्ञानं] ક્ષાયિક જ્ઞાન [न एव इति] નથી જ. [जिनेन्द्राः]
જિનેન્દ્રોએ [तं] તેને [कर्म एव] કર્મને જ [क्षपयन्तं] અનુભવનાર [उक्तवन्तः] કહ્યો છે.
ટીકાઃ — જ્ઞાતા જો જ્ઞેય પદાર્થરૂપે પરિણમતો હોય, તો તેને સકળ કર્મવનના ક્ષયે
પ્રવર્તતા સ્વાભાવિક જાણપણાનું કારણ (ક્ષાયિકજ્ઞાન) નથી; અથવા તેને જ્ઞાન જ નથી;
કારણ કે દરેક પદાર્થરૂપે પરિણતિ દ્વારા મૃગતૃષ્ણામાં જળસમૂહની કલ્પના કરવાના
માનસવાળો તે (આત્મા) દુઃસહ કર્મભારને જ ભોગવે છે એમ જિનેન્દ્રોએ કહ્યું છે.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન
૭૧