अथ कुतस्तर्हि ज्ञेयार्थपरिणमनलक्षणा क्रिया तत्फलं च भवतीति विवेचयति —
उदयगदा कम्मंसा जिणवरवसहेहिं णियदिणा भणिया ।
तेसु विमूढो रत्तो दुट्ठो वा बंधमणुभवदि ।।४३।।
उदयगताः कर्मांशा जिनवरवृषभैः नियत्या भणिताः ।
तेषु विमूढो रक्तो दुष्टो वा बन्धमनुभवति ।।४३।।
संसारिणो हि नियमेन तावदुदयगताः पुद्गलकर्मांशाः सन्त्येव । अथ स सत्सु तेषु
किं कुर्वन्तम् । क्षपयन्तमनुभवन्तम् । किमेव । कर्मैव । निर्विकारसहजानन्दैकसुखस्वभावानुभवनशून्यः
सन्नुदयागतं स्वकीयकर्मैव स अनुभवन्नास्ते न च ज्ञानमित्यर्थः । अथवा द्वितीयव्याख्यानम् — यदि
ज्ञाता प्रत्यर्थं परिणम्य पश्चादर्थं जानाति तदा अर्थानामानन्त्यात्सर्वपदार्थपरिज्ञानं नास्ति । अथवा
तृतीयव्याख्यानम् – बहिरङ्गज्ञेयपदार्थान् यदा छद्मस्थावस्थायां चिन्तयति तदा रागादिविकल्परहितं
स्वसंवेदनज्ञानं नास्ति, तदभावे क्षायिकज्ञानमेव नोत्पद्यते इत्यभिप्रायः ।।४२।। अथानन्तपदार्थ-
परिच्छित्तिपरिणमनेऽपि ज्ञानं बन्धकारणं न भवति, न च रागादिरहितकर्मोदयोऽपीति निश्चिनोति —
उदयगदा कम्मंसा जिणवरवसहेहिं णियदिणा भणिया उदयगता उदयं प्राप्ताः कर्मांशा
ભાવાર્થઃ — જ્ઞેય પદાર્થોરૂપે પરિણમવું અર્થાત્ ‘આ લીલું છે, આ પીળું છે’
ઇત્યાદિ વિકલ્પરૂપે જ્ઞેય પદાર્થોમાં પરિણમવું તે કર્મનો ભોગવટો છે, જ્ઞાનનો ભોગવટો
નથી. નિર્વિકાર સહજ આનંદમાં લીન રહી સહજપણે જાણ્યા કરવું તે જ જ્ઞાનનું સ્વરૂપ
છે; જ્ઞેય પદાર્થોમાં અટકવું — તેમના સન્મુખ વૃત્તિ થવી, તે જ્ઞાનનું સ્વરૂપ નથી. ૪૨.
(જો એમ છે) તો પછી જ્ઞેય પદાર્થરૂપ પરિણમન જેનું લક્ષણ છે એવી (જ્ઞેયાર્થ-
પરિણમનસ્વરૂપ) ક્રિયા અને તેનું ફળ શામાંથી ઉત્પન્ન થાય છે (અર્થાત્ કયા કારણથી થાય
છે) એમ હવે વિવેચે છેઃ —
ભાખ્યાં જિને કર્મો ઉદયગત નિયમથી સંસારીને,
તે કર્મ હોતાં મોહી -રાગી -દ્વેષી બંધ અનુભવે. ૪૩.
અન્વયાર્થઃ — [उदयगताः कर्मांशाः] (સંસારી જીવને) ઉદયપ્રાપ્ત કર્માંશો
(જ્ઞાનાવરણીયાદિ પુદ્ગલકર્મના ભેદો) [नियत्या] નિયમથી [जिनवरवृषभैः] જિનવર-
વૃષભોએ [भणिताः] કહ્યા છે. [तेषु] જીવ તે કર્માંશો હોતાં, [विमूढः रक्तः दुष्टः वा] મોહી,
રાગી અથવા દ્વેષી થયો થકો [बन्धं अनुभवति] બંધને અનુભવે છે.
ટીકાઃ — પ્રથમ તો, સંસારીને નિયમથી ઉદયગત પુદ્ગલકર્માંશો હોય જ છે. હવે,
૭૨પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-