શુભાશુભસ્વભાવવાળાપણું પ્રકાશે છે (અર્થાત્ જેમ સ્ફટિકમણિ લાલ અને કાળા ફૂલના
નિમિત્તે શુભાશુભ સ્વભાવે પરિણમતો જોવામાં આવે છે).
ભાવાર્થઃ — જેમ શુદ્ધનયથી કોઇ જીવ શુભાશુભ ભાવે પરિણમતો નથી તેમ જો અશુદ્ધનયથી પણ ન પરિણમતો હોય તો વ્યવહારનયે પણ સમસ્ત જીવોને સંસારનો અભાવ થાય અને સૌ જીવો સદાય મુક્ત જ ઠરે! પરંતુ તે તો પ્રત્યક્ષ વિરુદ્ધ છે. માટે જેમ કેવળીભગવાનને શુભાશુભ પરિણામોનો અભાવ છે તેમ સર્વ જીવોને સર્વથા શુભાશુભ પરિણામોનો અભાવ ન સમજવો. ૪૬.
હવે ફરીને પાછા પ્રકૃતને ( – ચાલુ વિષયને) અનુસરીને અતીન્દ્રિય જ્ઞાનને સર્વજ્ઞપણે અભિનંદે છે (અર્થાત્ અતીન્દ્રિય જ્ઞાન સર્વનું જાણનાર છે એમ તેની પ્રશંસા કરે છે)ઃ —
અન્વયાર્થઃ — [यत्] જે જ્ઞાન [ युगपद् ] યુગપદ્ [ समन्ततः ] સર્વતઃ (સર્વ આત્મ- પ્રદેશેથી) [ तात्कालिकं] તાત્કાલિક [ इतरं ] કે અતાત્કાલિક, [ विचित्रविषमं ] વિચિત્ર ( – અનેક પ્રકારના) અને વિષમ (મૂર્ત, અમૂર્ત આદિ અસમાન જાતિના) [ सर्वं अर्थं ] સર્વ પદાર્થોને [जानाति] જાણે છે, [ तद् ज्ञानं ] તે જ્ઞાનને [ क्षायिकं भणितम् ] ક્ષાયિક કહ્યું છે.