दाह्यमदहन् समस्तदाह्यहेतुकसमस्तदाह्याकारपर्यायपरिणतसकलैकदहनाकारमात्मानं दहन इव
समस्तज्ञेयहेतुकसमस्तज्ञेयाकारपर्यायपरिणतसकलैकज्ञानाकारमात्मानं चेतनत्वात् स्वानुभव-
प्रत्यक्षत्वेऽपि न परिणमति । एवमेतदायाति यः सर्वं न जानाति स आत्मानं न जानाति ।।४८।।
ज्ञेयद्रव्यम् । किंविशिष्टम् । सपज्जयं अनन्तपर्यायसहितम् । कतिसंख्योपेतम् । एगं वा एकमपीति । तथा
हि ---आकाशद्रव्यं तावदेकं, धर्मद्रव्यमेकं, तथैवाधर्मद्रव्यं च, लोकाकाशप्रमितासंख्येयकालद्रव्याणि,
ततोऽनन्तगुणानि जीवद्रव्याणि, तेभ्योऽप्यनन्तगुणानि पुद्गलद्रव्याणि । तथैव सर्वेषां प्रत्येकमनन्त-
पर्यायाः, एतत्सर्वं ज्ञेयं तावत्तत्रैकं विवक्षितं जीवद्रव्यं ज्ञातृ भवति । एवं तावद्वस्तुस्वभावः । तत्र यथा
दहनः समस्तं दाह्यं दहन् सन् समस्तदाह्यहेतुकसमस्तदाह्याकारपर्यायपरिणतसकलैकदहनस्वरूपमुष्ण-
परिणततृणपर्णाद्याकारमात्मानं (स्वकीयस्वभावं) परिणमति, तथायमात्मा समस्तं ज्ञेयं जानन् सन्
समस्तज्ञेयहेतुकसमस्तज्ञेयाकारपर्यायपरिणतसकलैकाखण्डज्ञानरूपं स्वकीयमात्मानं परिणमति जानाति
परिच्छिनत्ति । यथैव च स एव दहनः पूर्वोक्त लक्षणं दाह्यमदहन् सन् तदाकारेण न परिणमति,
तथाऽऽत्मापि पूर्वोक्तलक्षणं समस्तं ज्ञेयमजानन् पूर्वोक्तलक्षणमेव सकलैकाखण्डज्ञानाकारं
स्वकीयमात्मानं न परिणमति न जानाति न परिच्छिनत्ति । अपरमप्युदाहरणं दीयते ---यथा कोऽप्यन्धक
आदित्यप्रकाश्यान् पदार्थानपश्यन्नादित्यमिव, प्रदीपप्रकाश्यान् पदार्थानपश्यन् प्रदीपमिव, दर्पणस्थ-
बिम्बान्यपश्यन् दर्पणमिव, स्वकीयदृष्टिप्रकाश्यान् पदार्थानपश्यन् हस्तपादाद्यवयवपरिणतं स्वकीय-
देहाकारमात्मानं स्वकीयदृष्टया न पश्यति, तथायं विवक्षितात्मापि केवलज्ञानप्रकाश्यान् पदार्थानजानन्
દાહ્યને નહિ દહતો અગ્નિ સમસ્તદાહ્યહેતુક સમસ્તદાહ્યાકારપર્યાયે પરિણમેલું સકળ એક
દહન જેનો આકાર છે એવા પોતારૂપે પરિણમતો નથી તેમ, સમસ્તજ્ઞેયહેતુક સમસ્ત-
જ્ઞેયાકારપર્યાયે પરિણમેલું સકળ એક જ્ઞાન જેનો આકાર છે એવા પોતારૂપે — પોતે
ચેતનપણાને લીધે સ્વાનુભવ -પ્રત્યક્ષ હોવા છતાં પણ — પરિણમતો નથી (અર્થાત્ પોતાને
પરિપૂર્ણપણે અનુભવતો નથી — જાણતો નથી). આ રીતે એમ ફલિત થાય છે કે જે સર્વને
જાણતો નથી તે પોતાને ( – આત્માને) જાણતો નથી.
ભાવાર્થઃ — જે અગ્નિ કાષ્ટ, તૃણ, પર્ણ વગેરે સમસ્ત દાહ્યને દહતો ( – બાળતો)
નથી, તેનો દહનસ્વભાવ (કાષ્ટાદિ સમસ્ત દાહ્ય જેનું નિમિત્ત છે એવા)
સમસ્તદાહ્યાકારપર્યાયે નહિ પરિણમતો હોવાથી અધૂરારૂપે પરિણમે છે — પરિપૂર્ણરૂપે
પરિણમતો નથી, તેથી પરિપૂર્ણ એક દહન જેનું સ્વરૂપ છે એવો તે અગ્નિ પોતાપણે જ
પૂર્ણ રીતે પરિણમતો નથી; તેવી જ રીતે જે આત્મા સમસ્ત દ્રવ્ય -પર્યાયરૂપ સમસ્તજ્ઞેયને
જાણતો નથી, તેનું જ્ઞાન (સમસ્ત જ્ઞેય જેનું નિમિત્ત છે એવા) સમસ્તજ્ઞેયાકારપર્યાયે નહિ
પરિણમતું હોવાથી અધૂરારૂપે પરિણમે છે — પરિપૂર્ણરૂપે પરિણમતું નથી, તેથી પરિપૂર્ણ એક
જ્ઞાન જેનું સ્વરૂપ છે એવો તે આત્મા પોતાપણે જ પૂર્ણ રીતે પરિણમતો નથી અર્થાત્ પોતાને
૮૨પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-