यत्किल क्रमेणैकैकमर्थमालम्ब्य प्रवर्तते ज्ञानं तदेकार्थालम्बनादुत्पन्नमन्यार्थालम्बनात् प्रलीयमानं नित्यमसत्तथा कर्मोदयादेकां व्यक्तिं प्रतिपन्नं पुनर्व्यक्त्यन्तरं प्रतिपद्यमानं क्षायिक- मप्यसदनन्तद्रव्यक्षेत्रकालभावानाक्रान्तुमशक्तत्वात् सर्वगतं न स्यात् ।।५०।।
अथवा स्वसंवेदनज्ञानेनात्मा ज्ञायते, ततश्च भावना क्रियते, तया रागादिविकल्परहितस्व- संवेदनज्ञानभावनया केवलज्ञानं च जायते । इति नास्ति दोषः ।।४९।। अथ क्रमप्रवृत्तज्ञानेन सर्वज्ञो न भवतीति व्यवस्थापयति ---उप्पज्जदि जदि णाणं उत्पद्यते ज्ञानं यदि चेत् । कमसो क्रमशः सकाशात् । किंकिं
ટીકાઃ — જે જ્ઞાન ક્રમશઃ એક એક પદાર્થને અવલંબીને પ્રવર્તે છે તે (જ્ઞાન) એક પદાર્થના અવલંબન દ્વારા ઉત્પન્ન થઈને બીજા પદાર્થના અવલંબન દ્વારા નષ્ટ થતું હોવાથી નિત્ય નહિ હોતું તથા કર્મોદયને લીધે એક *વ્યક્તિને પામી પછી અન્ય વ્યક્તિને પામતું હોવાથી ક્ષાયિક પણ નહિ હોતું, અનંત દ્રવ્ય -ક્ષેત્ર -કાળ -ભાવને પહોંચી વળવાને ( – જાણવાને) અસમર્થ હોવાને લીધે સર્વગત નથી.
ભાવાર્થઃ — ક્રમે પ્રવર્તતું જ્ઞાન અનિત્ય છે, ક્ષાયોપશમિક છે; એવા ક્રમિક જ્ઞાનવાળો પુરુષ સર્વજ્ઞ હોઈ શકે નહિ. ૫૦.
હવે યુગપદ્ પ્રવૃત્તિ વડે જ જ્ઞાનનું સર્વગતત્વ સિદ્ધ થાય છે (અર્થાત્ અક્રમે પ્રવર્તતું જ્ઞાન જ સર્વગત હોઈ શકે) એમ નક્કી થાય છેઃ —
અન્વયાર્થઃ — [त्रैकाल्यनित्यविषमं ] ત્રણે કાળે સદાય વિષમ (અસમાન જાતિના), [ सर्वत्रसंभवं ] સર્વ ક્ષેત્રના [ चित्रं ] અને અનેક પ્રકારના [ सकलं ] સમસ્ત પદાર્થોને [ जैनं ] જિનદેવનું જ્ઞાન [ युगपद् जानाति ] યુગપદ્ જાણે છે. [अहो हि] અહો! [ ज्ञानस्य माहात्म्यम् ] જ્ઞાનનું માહાત્મ્ય! *વ્યક્તિ = પ્રગટતા; વિશેષ; ભેદ.