समन्तात्मप्रदेशान् परमसमक्षज्ञानोपयोगीभूयाभिव्याप्य व्यवस्थितत्वात्समन्तम् अशेषद्वारा-
पावरणेन, प्रसभं निपीतसमस्तवस्तुज्ञेयाकारं परमं वैश्वरूप्यमभिव्याप्य व्यवस्थितत्वादनन्तार्थ-
विस्तृतम् समस्तार्थाबुभुत्सया, सकलशक्तिप्रतिबन्धककर्मसामान्यनिःक्रान्ततया परिस्पष्ट-
प्रकाशभास्वरं स्वभावमभिव्याप्य व्यवस्थितत्वाद्विमलम् सम्यगवबोधेन, युगपत्समर्पित-
त्रैसमयिकात्मस्वरूपं लोकालोकमभिव्याप्य व्यवस्थितत्वादवग्रहादिरहितम् क्रमकृतार्थग्रहण-
खेदाभावेन प्रत्यक्षं ज्ञानमनाकुलं भवति । ततस्तत्पारमार्थिकं खलु सौख्यम् ।।५९।।
અને આ પ્રત્યક્ષ જ્ઞાન તો અનાકુળ છે, કારણ કે — (૧) અનાદિ જ્ઞાનસામાન્યરૂપ સ્વભાવ ઉપર મહા વિકાસથી વ્યાપીને સ્વતઃ ( – પોતાથી) જ રહ્યું હોવાથી ‘સ્વયં ઊપજે છે’ તેથી આત્માધીન છે (અને આત્માધીન હોવાથી આકુળતા થતી નથી); (૨) સમસ્ત આત્મપ્રદેશોમાં, પરમ ૧સમક્ષ જ્ઞાનોપયોગરૂપ થઈ, વ્યાપી રહેલું હોવાથી ‘સમંત છે’ તેથી અશેષ દ્વારો ખુલ્લાં થયાં છે (અને એ રીતે કોઈ દ્વાર બંધ નહિ હોવાથી આકુળતા થતી નથી); (૩) સમસ્ત વસ્તુઓના જ્ઞેયાકારોને અત્યંત પી ગયું હોવાને લીધે પરમ ૨વિવિધતામાં વ્યાપીને રહેલું હોવાથી ‘અનંત પદાર્થોમાં વિસ્તૃત છે’ તેથી સર્વ પદાર્થોને જાણવાની ઇચ્છાનો અભાવ છે (અને એ રીતે કોઈ પદાર્થને જાણવાની ઇચ્છા નહિ હોવાથી આકુળતા થતી નથી); (૪) (જ્ઞાનમાંથી) સકળ શક્તિને રોકનારું કર્મસામાન્ય નીકળી ગયું હોવાને લીધે (જ્ઞાન) ૩પરિસ્પષ્ટ પ્રકાશ વડે પ્રકાશમાન ( – તેજસ્વી) સ્વભાવમાં વ્યાપીને રહ્યું હોવાથી ‘વિમળ છે’ તેથી સમ્યક્પણે ( – બરાબર) જાણે છે (અને એ રીતે સંશયાદિરહિતપણે જાણવાને લીધે આકુળતા થતી નથી); તથા (૫) જેમણે ત્રણે કાળનું પોતાનું સ્વરૂપ યુગપદ્ સમર્પિત કર્યું છે ( – એકીસમયે જણાવ્યું છે) એવા લોકાલોકમાં વ્યાપીને રહ્યું હોવાથી ‘અવગ્રહાદિ રહિત છે’ તેથી ક્રમે થતા પદાર્થગ્રહણના ખેદનો અભાવ છે. — આ પ્રમાણે (ઉપર્યુક્ત પાંચ કારણે) પ્રત્યક્ષ જ્ઞાન અનાકુળ છે. તેથી ખરેખર તે પારમાર્થિક સુખ છે. ૧. સમક્ષ = પ્રત્યક્ષ ૨. પરમ વિવિધતા = સમસ્તપદાર્થસમૂહ કે જે અનંત વિવિધતામય છે. ૩. પરિસ્પષ્ટ = સર્વ પ્રકારે સ્પષ્ટ; અત્યંત સ્પષ્ટ.