अथात्मनः सुखस्वभावत्वं दृष्टान्तेन दृढयति —
सयमेव जहादिच्चो तेजो उण्हो य देवदा णभसि ।
सिद्धो वि तहा णाणं सुहं च लोगे तहा देवो ।।६८।।
स्वयमेव यथादित्यस्तेजः उष्णश्च देवता नभसि ।
सिद्धोऽपि तथा ज्ञानं सुखं च लोके तथा देवः ।।६८।।
यथा खलु नभसि कारणान्तरमनपेक्ष्यैव स्वयमेव प्रभाकरः प्रभूतप्रभाभारभास्वर-
स्वरूपविकस्वरप्रकाशशालितया तेजः, यथा च कादाचित्कौष्ण्यपरिणतायःपिण्डवन्नित्य-
मेवौष्ण्यपरिणामापन्नत्वादुष्णः, यथा च देवगतिनामकर्मोदयानुवृत्तिवशवर्तिस्वभावतया देवः;
निर्विषयामूर्तसर्वप्रदेशाह्लादकसहजानन्दैकलक्षणसुखस्वभावो निश्चयेनात्मैव, तत्र मुक्तौ संसारे वा
विषयाः किं कुर्वन्ति, न किमपीति भावः ।।६७।। अथात्मनः सुखस्वभावत्वं ज्ञानस्वभावत्वं च पुनरपि
दृष्टान्तेन दृढयति — सयमेव जहादिच्चो तेजो उण्हो य देवदा णभसि कारणान्तरं निरपेक्ष्य स्वयमेव यथादित्यः
स्वपरप्रकाशरूपं तेजो भवति, तथैव च स्वयमेवोष्णो भवति, तथा चाज्ञानिजनानां देवता भवति । क्व
स्थितः । नभसि आकाशे । सिद्धो वि तहा णाणं सुहं च सिद्धोऽपि भगवांस्तथैव कारणान्तरं निरपेक्ष्य
स्वभावेनैव स्वपरप्रकाशकं केवलज्ञानं, तथैव परमतृप्तिरूपमनाकुलत्वलक्षणं सुखम् । क्व । लोगे
હવે આત્માનું સુખસ્વભાવપણું દ્રષ્ટાંત વડે દ્રઢ કરે છેઃ —
જ્યમ આભમાં સ્વયમેવ ભાસ્કર ઉષ્ણ, દેવ, પ્રકાશ છે,
સ્વયમેવ લોકે સિદ્ધ પણ ત્યમ જ્ઞાન, સુખ ને દેવ છે. ૬૮.
અન્વયાર્થઃ — [यथा] જેમ [नभसि] આકાશમાં [आदित्यः] સૂર્ય [स्वयमेव] સ્વયમેવ
[तेजः] તેજ, [उष्णः] ઉષ્ણ [च] અને [देवता] દેવ છે, [तथा] તેમ [लोके] લોકમાં [सिद्धः
अपि] સિદ્ધભગવાન પણ (સ્વયમેવ) [ज्ञानं] જ્ઞાન, [सुखं च] સુખ [तथा देवः] અને દેવ છે.
ટીકાઃ — જેવી રીતે આકાશમાં, કારણાંતરની ( – અન્ય કારણની) અપેક્ષા રાખ્યા
વિના જ સ્વયમેવ સૂર્ય (૧) પુષ્કળ પ્રભાસમૂહથી ૧ભાસ્વર એવા સ્વરૂપ વડે વિકસિત
પ્રકાશવાળો હોવાથી તેજ છે, (૨) ૨કોઈક વાર ઉષ્ણતારૂપે પરિણમતા લોખંડના ગોળાની
માફક સદાય ઉષ્ણતા -પરિણામને પામેલો હોવાથી ઉષ્ણ છે, અને (૩) દેવગતિ -નામકર્મના
૧. ભાસ્વર = તેજસ્વી; ઝળકતું.
૨. જેમ લોખંડનો ગોળો કોઈક વાર ઉષ્ણતાપરિણામે પરિણમે છે તેમ સૂર્ય સદાય ઉષ્ણતાપરિણામે
પરિણમેલો છે.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન
૧૧૭