इन्द्रियसुखभाजनेषु हि प्रधाना दिवौकसः । तेषामपि स्वाभाविकं न खलु सुखमस्ति, प्रत्युत तेषां स्वाभाविकं दुःखमेवावलोक्यते; यतस्ते पञ्चेन्द्रियात्मकशरीरपिशाचपीडया परवशा भृगुप्रपातस्थानीयान्मनोज्ञविषयानभिपतन्ति ।।७१।।
अथैवमिन्द्रियसुखस्य दुःखतायां युक्त्यावतारितायामिन्द्रियसुखसाधनीभूतपुण्यनिर्वर्तक- शुभोपयोगस्य दुःखसाधनीभूतपापनिर्वर्तकाशुभोपयोगविशेषादविशेषत्वमवतारयति —
स्थानीयमहारण्ये मिथ्यात्वादिकुमार्गे नष्टः सन् मृत्युस्थानीयहस्तिभयेनायुष्कर्मस्थानीये साटिकविशेषे
शुक्लकृष्णपक्षस्थानीयशुक्लकृष्णमूषकद्वयछेद्यमानमूले व्याधिस्थानीयमधुमक्षिकावेष्टिते लग्नस्तेनैव
ટીકાઃ — ઇન્દ્રિયસુખનાં ભાજનોમાં પ્રધાન દેવો છે; તેમને પણ ખરેખર સ્વાભાવિક સુખ નથી; ઊલટું તેમને સ્વાભાવિક દુઃખ જ જોવામાં આવે છે; કારણ કે તેઓ પંચેન્દ્રિયાત્મક શરીરરૂપ પિશાચની પીડા વડે પરવશ હોવાથી *ભૃગુપ્રપાત સમા મનોજ્ઞ વિષયો તરફ ધસે છે. ૭૧.
એ રીતે ઇન્દ્રિયસુખને દુઃખપણે યુક્તિથી પ્રગટ કરીને, હવે ઇન્દ્રિયસુખના સાધનભૂત પુણ્યને ઉત્પન્ન કરનાર શુભોપયોગનું, દુઃખના સાધનભૂત પાપને ઉત્પન્ન કરનાર અશુભોપયોગથી અવિશેષપણું પ્રગટ કરે છેઃ —
અન્વયાર્થઃ — [नरनारकतिर्यक्सुराः] મનુષ્યો, નારકો, તિર્યંચો અને દેવો ( – બધાંય) [यदि] જો [देहसंभवं] દેહોત્પન્ન [दुःखं] દુઃખને [भजन्ति] અનુભવે છે, [जीवानां] તો જીવોનો [सः उपयोगः] તે (શુદ્ધોપયોગથી વિલક્ષણ – અશુદ્ધ) ઉપયોગ [शुभः वा अशुभः] શુભ અને અશુભ — બે પ્રકારનો [कथं भवति] કઈ રીતે છે? (અર્થાત્ નથી.) *ભૃગુપ્રપાત = અતિ દુઃખથી કંટાળીને આપઘાત કરવા માટે પર્વતના નિરાધાર ઊંચા સ્થાન પરથી ખાવામાં આવતી પછાટ. (ભૃગુ = પર્વતનું નિરાધાર ઊંચું સ્થાન – શિખર. પ્રપાત = પછાડ; ભૂસકો.)