यदि शुभोपयोगजन्यसमुदीर्णपुण्यसंपदस्त्रिदशादयोऽशुभोपयोगजन्यपर्यागतपातकापदो वा नारकादयश्च, उभयेऽपि स्वाभाविकसुखाभावादविशेषेण पञ्चेन्द्रियात्मकशरीरप्रत्ययं दुःख- मेवानुभवन्ति । ततः परमार्थतः शुभाशुभोपयोगयोः पृथक्त्वव्यवस्था नावतिष्ठते ।।७२।।
व्यवस्थापयति — णरणारयतिरियसुरा भजंति जदि देहसंभवं दुक्खं सहजातीन्द्रियामूर्तसदानन्दैकलक्षणं
पञ्चेन्द्रियात्मकशरीरोत्पन्नं निश्चयनयेन दुःखमेव भजन्ते सेवन्ते, किह सो सुहो व असुहो उवओगो हवदि
ટીકાઃ — જો શુભોપયોગજન્ય ઉદયગત પુણ્યની સંપદાવાળા દેવાદિક (અર્થાત્ શુભોપયોગજન્ય પુણ્યના ઉદયથી પ્રાપ્ત થતી ૠદ્ધિવાળા દેવો વગેરે) અને અશુભોપયોગજન્ય ઉદયગત પાપની આપદાવાળા નારકાદિક — એ બન્નેય સ્વાભાવિક સુખના અભાવને લીધે અવિશેષપણે ( – તફાવત વિના) પંચેન્દ્રિયાત્મક શરીર સંબંધી દુઃખને જ અનુભવે છે, તો પછી પરમાર્થે શુભ -અશુભ ઉપયોગની પૃથક્ત્વવ્યવસ્થા ટકતી નથી.
ભાવાર્થઃ — શુભોપયોગજન્ય પુણ્યના ફળરૂપે દેવાદિકની સંપદાઓ મળે છે અને અશુભોપયોગજન્ય પાપના ફળરૂપે નારકાદિકની આપદાઓ મળે છે. પરંતુ તે દેવાદિક તથા નારકાદિક બન્ને પરમાર્થે દુઃખી જ છે. એ રીતે બન્નેનું ફળ સમાન હોવાથી શુભોપયોગ અને અશુભોપયોગ બન્ને પરમાર્થે સમાન જ છે અર્થાત્ ઉપયોગમાં — અશુદ્ધોપયોગમાં — શુભ અને અશુભ એવા ભેદ પરમાર્થે ઘટતા નથી. ૭૨.
(જેમ ઇન્દ્રિયસુખને દુઃખરૂપ અને શુભોપયોગને અશુભોપયોગ સમાન દર્શાવ્યો તેમ) હવે શુભોપયોગજન્ય એવું જે ફળવાળું પુણ્ય તેને વિશેષતઃ દૂષણ દેવા માટે (અર્થાત્ તેમાં દોષ દર્શાવવા અર્થે) તે પુણ્યને ( – તેની હયાતીને) સ્વીકારીને તે (પુણ્યની) વાતનું ઉત્થાન કરે છેઃ —