Pravachansar (Gujarati).

< Previous Page   Next Page >


Page 125 of 513
PDF/HTML Page 156 of 544

 

background image
कुलिशायुधचक्रधराः शुभोपयोगात्मकैः भोगैः
देहादीनां वृद्धिं कुर्वन्ति सुखिता इवाभिरताः ।।७३।।
यतो हि शक्राश्चक्रिणश्च स्वेच्छोपगतैर्भोगैः शरीरादीन् पुष्णन्तस्तेषु दुष्टशोणित इव
जलौकसोऽत्यन्तमासक्ताः सुखिता इव प्रतिभासन्ते, ततः शुभोपयोगजन्यानि फलवन्ति
पुण्यान्यवलोक्यन्ते
।।७३।।
जीवाणं व्यवहारेण विशेषेऽपि निश्चयेन सः प्रसिद्धः शुद्धोपयोगाद्विलक्षणः शुभाशुभोपयोगः कथं
भिन्नत्वं लभते, न कथमपीति भावः ।।७२।। एवं स्वतन्त्रगाथाचतुष्टयेन प्रथमस्थलं गतम् अथ
पुण्यानि देवेन्द्रचक्रवर्त्यादिपदं प्रयच्छन्ति इति पूर्वं प्रशंसां करोति किमर्थम् तत्फलाधारेणाग्रे
तृष्णोत्पत्तिरूपदुःखदर्शनार्थं कुलिसाउहचक्कधरा देवेन्द्राश्चक्रवर्तिनश्च कर्तारः सुहोवओगप्पगेहिं भोगेहिं
शुभोपयोगजन्यभोगैः कृत्वा देहादीणं विद्धिं करेंति विकुर्वणारूपेण देहपरिवारादीनां वृद्धिं कुर्वन्ति
कथंभूताः सन्तः सुहिदा इवाभिरदा सुखिता इवाभिरता आसक्ता इति अयमत्रार्थःयत्परमातिशय-
तृप्तिसमुत्पादकं विषयतृष्णाविच्छित्तिकारकं च स्वाभाविकसुखं तदलभमाना दुष्टशोणिते जलयूका
इवासक्ताः सुखाभासेन देहादीनां वृद्धिं कुर्वन्ति
ततो ज्ञायते तेषां स्वाभाविकं सुखं नास्तीति ।।७३।।
अथ पुण्यानि जीवस्य विषयतृष्णामुत्पादयन्तीति प्रतिपादयतिजदि संति हि पुण्णाणि य यदि
અન્વયાર્થઃ[कुलिशायुधचक्रधराः] વજ્રધરો અને ચક્રધરો (ઇન્દ્રો અને
ચક્રવર્તીઓ) [शुभोपयोगात्मकैः भोगैः] શુભોપયોગમૂલક (પુણ્યોના ફળરૂપ) ભોગો વડે
[देहादीनां] દેહાદિની [वृद्धिं कुर्वन्ति] પુષ્ટિ કરે છે અને [अभिरताः] (એ રીતે)
ભોગોમાં રત વર્તતા થકા [सुखिताः इव] સુખી જેવા ભાસે છે (માટે પુણ્યો વિદ્યમાન
છે ખરાં).
ટીકાઃશક્રેંદ્રો અને ચક્રવર્તીઓ પોતાની ઇચ્છા પ્રમાણે મળેલા ભોગો વડે
શરીરાદિને પોષતા થકાજેમ જળો દૂષિત લોહીમાં અત્યંત આસક્ત વર્તતી થકી સુખી
જેવી ભાસે છે તેમતે ભોગોમાં અત્યંત આસક્ત વર્તતા થકા સુખી જેવા ભાસે છે;
માટે શુભોપયોગજન્ય ફળવાળાં પુણ્યો જોવામાં આવે છે (અર્થાત્ શુભોપયોગજન્ય એવાં
જે ફળવાળાં પુણ્યો તેમની હયાતી જોવામાં આવે છે).
ભાવાર્થઃજે ભોગોમાં આસક્ત વર્તતા થકા ઇન્દ્રો વગેરે જળોની માફક સુખી
જેવા ભાસે છે, તે ભોગો પુણ્યનાં ફળ છે; માટે પુણ્યની હયાતી છે ખરી. (આ પ્રમાણે
આ ગાથામાં પુણ્યનું વિદ્યમાનપણું સ્વીકારીને હવેની ગાથાઓમાં પુણ્યને દુઃખના કારણરૂપ
દર્શાવશે.) ૭૩.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન
૧૨૫