अथैवमभ्युपगतानां पुण्यानां दुःखबीजहेतुत्वमुद्भावयति —
जदि संति हि पुण्णाणि य परिणामसमुब्भवाणि विविहाणि ।
जणयंति विसयतण्हं जीवाणं देवदंताणं ।।७४।।
यदि सन्ति हि पुण्यानि च परिणामसमुद्भवानि विविधानि ।
जनयन्ति विषयतृष्णां जीवानां देवतान्तानाम् ।।७४।।
यदि नामैवं शुभोपयोगपरिणामकृतसमुत्पत्तीन्यनेकप्रकाराणि पुण्यानि विद्यन्त इत्य-
भ्युपगम्यते, तदा तानि सुधाशनानप्यवधिं कृत्वा समस्तसंसारिणां विषयतृष्णामवश्यमेव
समुत्पादयन्ति । न खलु तृष्णामन्तरेण दुष्टशोणित इव जलूकानां समस्तसंसारिणां विषयेषु
प्रवृत्तिरवलोक्यते । अवलोक्यते च सा । ततोऽस्तु पुण्यानां तृष्णायतनत्वमबाधितमेव ।।७४।।
चेन्निश्चयेन पुण्यपापरहितपरमात्मनो विपरीतानि पुण्यानि सन्ति । पुनरपि किंविशिष्टानि ।
परिणामसमुब्भवाणि निर्विकारस्वसंवित्तिविलक्षणशुभपरिणामसमुद्भवानि विविहाणि स्वकीयानन्तभेदेन
बहुविधानि । तदा तानि किं कुर्वन्ति । जणयंति विसयतण्हं जनयन्ति । काम् । विषयतृष्णाम् । केषाम् ।
હવે, એ રીતે સ્વીકારવામાં આવેલાં પુણ્યો દુઃખના બીજના હેતુ છે (અર્થાત્ તૃષ્ણાનાં
કારણ છે) એમ ન્યાયથી પ્રગટ કરે છેઃ —
પરિણામજન્ય અનેકવિધ જો પુણ્યનું અસ્તિત્વ છે,
તો પુણ્ય એ દેવાન્ત જીવને વિષયતૃષ્ણોદ્ભવ કરે. ૭૪.
અન્વયાર્થઃ — [यदि हि] (પૂર્વોક્ત રીતે) જો [परिणामसमुद्भवानि] (શુભોપયોગરૂપ)
પરિણામથી ઊપજતાં [विविधानि पुण्यानि च] વિવિધ પુણ્યો [सन्ति] વિદ્યમાન છે, [देवतान्तानां
जीवानां] તો તેઓ દેવો સુધીના જીવોને [विषयतृष्णां] વિષયતૃષ્ણા [जनयन्ति] ઉત્પન્ન કરે છે.
ટીકાઃ — જો એ રીતે શુભોપયોગપરિણામથી જેમની ઉત્પત્તિ થાય છે એવાં અનેક
પ્રકારનાં પુણ્યો વિદ્યમાન છે એમ સ્વીકારવામાં આવે છે, તો તેઓ ( – તે પુણ્યો) દેવો
સુધીના સમસ્ત સંસારીઓને વિષયતૃષ્ણા અવશ્યમેવ ઉત્પન્ન કરે છે (એમ પણ સ્વીકારવું
પડે છે). ખરેખર તૃષ્ણા વિના, જેમ જળોને દૂષિત લોહીમાં તેમ, સમસ્ત સંસારીઓને
વિષયોમાં પ્રવૃત્તિ ન જોવામાં આવે. પરંતુ તે તો જોવામાં આવે છે. માટે પુણ્યોનું
તૃષ્ણાયતનપણું અબાધિત જ હો (અર્થાત્ પુણ્યો તૃષ્ણાનાં ઘર – રહેઠાણ -છે એમ અવિરોધપણે
સિદ્ધ થાય છે).
૧૨૬પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-