अथ ते पुनस्त्रिदशावसानाः कृत्स्नसंसारिणः समुदीर्णतृष्णाः पुण्यनिर्वर्तिताभिरपि जीवाणं देवदंताणं दृष्टश्रुतानुभूतभोगाकाङ्क्षारूपनिदानबन्धप्रभृतिनानामनोरथहयरूपविकल्पजालरहित- परमसमाधिसमुत्पन्नसुखामृतरूपां सर्वात्मप्रदेशेषु परमाह्लादोत्पत्तिभूतामेकाकारपरमसमरसीभावरूपां विषयाकाङ्क्षाग्निजनितपरमदाहविनाशिकां स्वरूपतृप्तिमलभमानानां देवेन्द्रप्रभृतिबहिर्मुखसंसारि- जीवानामिति । इदमत्र तात्पर्यम् – यदि तथाविधा विषयतृष्णा नास्ति तर्हि दुष्टशोणिते जलयूका इव कथं ते विषयेषु प्रवृत्तिं कुर्वन्ति । कुर्वन्ति चेत् पुण्यानि तृष्णोत्पादकत्वेन दुःखकारणानि इति ज्ञायन्ते ।।७४।। अथ पुण्यानि दुःखकारणानीति पूर्वोक्तमेवार्थं विशेषेण समर्थयति — ते पुण उदिण्णतण्हा सहजशुद्धात्म- तृप्तेरभावात्ते निखिलसंसारिजीवाः पुनरुदीर्णतृष्णाः सन्तः दुहिदा तण्हाहिं स्वसंवित्तिसमुत्पन्नपारमार्थिक- सुखाभावात्पूर्वोक्ततृष्णाभिर्दुःखिताः सन्तः । किं कुर्वन्ति । विसयसोक्खाणि इच्छंति निर्विषयपरमात्म-
ભાવાર્થઃ — ૭૩મી ગાથામાં કહ્યું તેમ અનેક પ્રકારનાં પુણ્યો વિદ્યમાન છે, તો ભલે હો. તેઓ સુખનાં સાધન નથી પણ દુઃખના બીજરૂપ તૃષ્ણાનાં જ સાધન છે. ૭૪.
હવે, પુણ્યમાં દુઃખના બીજનો વિજય જાહેર કરે છે (અર્થાત્ પુણ્યમાં તૃષ્ણાબીજ દુઃખવૃક્ષરૂપે વૃદ્ધિ પામે છે — ફાલે છે એમ જાહેર કરે છે)ઃ —
અન્વયાર્થઃ — [पुनः] વળી, [उदीर्णतृष्णाः ते] જેમને તૃષ્ણા ઉદિત છે એવા તે જીવો [तृष्णाभिः दुःखिताः] તૃષ્ણાઓ વડે દુઃખી વર્તતા થકા, [आमरणं] મરણપર્યંત [विषयसौख्यानि इच्छन्ति] વિષયસુખોને ઇચ્છે છે [च] અને [दुःखसंतप्ताः] દુઃખથી સંતપ્ત થયા થકા ( – દુઃખદાહને નહિ સહી શક્તા થકા) [अनुभवन्ति] તેમને ભોગવે છે.