भिलषन्ति । तद्दुःखसंतापवेगमसहमाना अनुभवन्ति च विषयान्, जलायुका इव, तावद्यावत्
भिलषन्तस्तानेवानुभवन्तश्चाप्रलयात् क्लिश्यन्ते । अतः पुण्यानि सुखाभासस्य दुःखस्यैव
વડે ક્રમશઃ આક્રાંત થતી હોવાથી, ખરાબ લોહીને ઇચ્છતી અને તેને જ ભોગવતી થકી
વિનાશપર્યંત ક્લેશ પામે છે, તેમ આ પુણ્યશાળીઓ પણ, પાપશાળીઓની માફક, તૃષ્ણા જેનું
બીજ છે એવા વિજય પામતા દુઃખાંકુર વડે ક્રમશઃ આક્રાંત થતા હોવાથી, વિષયોને ઇચ્છતા
અને તેમને જ ભોગવતા થકા વિનાશપર્યંત ( – મરણ પામતાં સુધી) ક્લેશ પામે છે.
ભાવાર્થઃ — જેમને સમસ્તવિકલ્પજાળ રહિત પરમસમાધિથી ઉત્પન્ન સુખામૃતરૂપ, સર્વ આત્મપ્રદેશે પરમ -આહ્લાદભૂત સ્વરૂપતૃપ્તિ વર્તતી નથી એવા સમસ્ત સંસારી જીવોને નિરંતર વિષયતૃષ્ણા વ્યક્ત કે અવ્યક્તપણે વર્તે જ છે. તે તૃષ્ણારૂપી બીજ ક્રમશઃ અંકુરરૂપ થઈ દુઃખવૃક્ષરૂપે વૃદ્ધિ પામતાં, એ રીતે દુઃખદાહનો વેગ અસહ્ય થતાં, તે જીવો વિષયોમાં પ્રવૃત્ત થાય છે. માટે જેમને વિષયોમાં પ્રવૃત્તિ જોવામાં આવે છે એવા દેવો સુધીના સમસ્ત સંસારીઓ દુઃખી જ છે.
આ રીતે દુઃખભાવ જ પુણ્યોને — પુણ્યજનિત સામગ્રીને — અવલંબતો હોવાથી, પુણ્યો સુખાભાસ એવા દુઃખનાં જ આલંબન – સાધન છે. ૭૫. ૧. જેમ ઝાંઝવાંમાંથી જળ પ્રાપ્ત થતું નથી તેમ ઇન્દ્રિયવિષયોમાંથી સુખ પ્રાપ્ત થતું નથી. ૨. દુઃખસંતાપ = દુઃખદાહ; દુઃખની બળતરા – પીડા.