अथायमेवैको भगवद्भिः स्वयमनुभूयोपदर्शितो निःश्रेयसस्य पारमार्थिकः पन्था इति
मतिं व्यवस्थापयति —
सव्वे वि य अरहंता तेण विधाणेण खविदकम्मंसा ।
किच्चा तधोवदेसं णिव्वादा ते णमो तेसिं ।।८२।।
सर्वेऽपि चार्हन्तस्तेन विधानेन क्षपितकर्मांशाः ।
कृत्वा तथोपदेशं निर्वृतास्ते नमस्तेभ्यः ।।८२।।
एवमभेदरत्नत्रयपरिणतो जीवः शुद्धबुद्धैकस्वभावमात्मानं लभते मुक्तो भवतीति । किंच पूर्वं
ज्ञानकण्डिकायां ‘उवओगविसुद्धो सो खवेदि देहुब्भवं दुक्खं’ इत्युक्तं, अत्र तु ‘जहदि जदि रागदोसे
सो अप्पाणं लहदि सुद्धं’ इति भणितम्, उभयत्र मोक्षोऽस्ति । को विशेषः । प्रत्युत्तरमाह — तत्र
शुभाशुभयोर्निश्चयेन समानत्वं ज्ञात्वा पश्चाच्छुद्धे शुभरहिते निजस्वरूपे स्थित्वा मोक्षं लभते, तेन
कारणेन शुभाशुभमूढत्वनिरासार्थं ज्ञानकण्डिका भण्यते । अत्र तु द्रव्यगुणपर्यायैराप्तस्वरूपं ज्ञात्वा
पश्चात्तद्रूपे स्वशुद्धात्मनि स्थित्वा मोक्षं प्राप्नोति, ततः कारणादियमाप्तात्ममूढत्वनिरासार्थं ज्ञानकण्डिका
ભાવાર્થઃ — ૮૦મી ગાથામાં દર્શાવેલા ઉપાયથી દર્શનમોહને દૂર કરીને અર્થાત્
સમ્યગ્દર્શન પ્રાપ્ત કરીને જે જીવ શુદ્ધાત્માનુભૂતિસ્વરૂપ વીતરાગચારિત્રના પ્રતિબંધક રાગદ્વેષને
છોડે છે, ફરીફરીને રાગદ્વેષભાવે પરિણમતો નથી, તે જ અભેદરત્નત્રયપરિણત જીવ શુદ્ધ -બુદ્ધ-
એકસ્વભાવ આત્માને પ્રાપ્ત કરે છે — મુક્ત થાય છે. તેથી જીવે સમ્યગ્દર્શન પ્રાપ્ત કરીને પણ,
સરાગચારિત્ર પામીને પણ, રાગદ્વેષના નિવારણ માટે અત્યંત સાવધાન રહેવું યોગ્ય છે. ૮૧.
હવે, આ જ એક ( – પૂર્વોક્ત ગાથાઓમાં વર્ણવ્યો તે જ એક), ભગવંતોએ પોતે
અનુભવીને દર્શાવેલો ૧નિઃશ્રેયસનો પારમાર્થિક પંથ છે — એમ મતિને ૨વ્યવસ્થિત કરે છેઃ —
અર્હંત સૌ કર્મો તણો કરી નાશ એ જ વિધિ વડે,
ઉપદેશ પણ એમ જ કરી, નિર્વૃત થયા; નમું તેમને. ૮૨.
અન્વયાર્થઃ — [सर्वे अपि च] બધાય [अर्हन्तः] અર્હંતભગવંતો [तेन विधानेन] તે જ
વિધિથી [क्षपितकर्मांशाः] કર્માંશોનો ( – જ્ઞાનાવરણીયાદિ કર્મભેદોનો) ક્ષય કરીને તથા [तथा]
(અન્યને પણ) એ જ પ્રકારે [उपदेशं कृत्वा] ઉપદેશ કરીને [निर्वृताः ते] મોક્ષ પામ્યા છે.
[नमः तेभ्यः] તેમને નમસ્કાર હો.
૧. નિઃશ્રેયસ = મોક્ષ
૨. વ્યવસ્થિત = નિશ્ચિત; સ્થિર.
૧૪૦પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-