Pravachansar (Gujarati). Gatha: 81.

< Previous Page   Next Page >


Page 139 of 513
PDF/HTML Page 170 of 544

 

background image
अथैवं प्राप्तचिन्तामणेरपि मे प्रमादो दस्युरिति जागर्ति
जीवो ववगदमोहो उवलद्धो तच्चमप्पणो सम्मं
जहदि जदि रागदोसे सो अप्पाणं लहदि सुद्धं ।।८१।।
जीवो व्यपगतमोह उपलब्धवांस्तत्त्वमात्मनः सम्यक्
जहाति यदि रागद्वेषौ स आत्मानं लभते शुद्धम् ।।८१।।
एवमुपवर्णितस्वरूपेणोपायेन मोहमपसार्यापि सम्यगात्मतत्त्वमुपलभ्यापि यदि नाम
रागद्वेषौ निर्मूलयति तदा शुद्धमात्मानमनुभवति यदि पुनः पुनरपि तावनुवर्तते तदा
प्रमादतन्त्रतया लुण्ठितशुद्धात्मतत्त्वोपलम्भचिन्तारत्नोऽन्तस्ताम्यति अतो मया रागद्वेष-
निषेधायात्यन्तं जागरितव्यम् ।।८१।।
किंविशिष्टः ववगदमोहो शुद्धात्मतत्त्वरुचिप्रतिबन्धकविनाशितदर्शनमोहः पुनरपि किंविशिष्टः उवलद्धो
उपलब्धवान् ज्ञातवान् किम् तच्चं परमानन्दैकस्वभावात्मतत्त्वम् कस्य संबन्धि अप्पणो
निजशुद्धात्मनः कथम् सम्मं सम्यक् संशयादिरहितत्वेन जहदि जदि रागदोसे शुद्धात्मानुभूति-
लक्षणवीतरागचारित्रप्रतिबन्धकौ चारित्रमोहसंज्ञौ रागद्वेषौ यदि त्यजति सो अप्पाणं लहदि सुद्धं
હવે, એ રીતે મેં ચિંતામણિ પ્રાપ્ત કર્યો હોવા છતાં પ્રમાદ ચોર છે એમ વિચારી
જાગૃત રહે છેઃ
જીવ મોહને કરી દૂર, આત્મસ્વરૂપ સમ્યક્ પામીને,
જો રાગદ્વેષ પરિહરે તો પામતો શુદ્ધાત્મને. ૮૧.
અન્વયાર્થઃ[व्यपगतमोहः] જેણે મોહને દૂર કર્યો છે અને [सम्यक् आत्मनः तत्त्वं]
આત્માના સમ્યક્ તત્ત્વને (સાચા સ્વરૂપને) [उपलब्धवान्] પ્રાપ્ત કર્યું છે એવો [जीवः] જીવ
[यदि] જો [रागद्वेषौ] રાગદ્વેષને [जहाति] છોડે છે, [सः] તો તે [शुद्धम् आत्मानं] શુદ્ધ આત્માને
[लभते] પામે છે.
ટીકાઃએ રીતે જે ઉપાયનું સ્વરૂપ વર્ણવવામાં આવ્યું તે ઉપાય વડે મોહને દૂર
કરીને પણ, સમ્યક્ આત્મતત્ત્વને પામીને પણ, જો જીવ રાગદ્વેષને નિર્મૂળ કરે છે, તો શુદ્ધ
આત્માને અનુભવે છે. (પરંતુ) જો ફરી ફરીને તેમને અનુસરે છે
રાગદ્વેષરૂપે પરિણમે
છે, તો પ્રમાદ -આધીનપણાને લીધે શુદ્ધાત્મતત્ત્વના અનુભવરૂપ ચિંતામણિ ચોરાઈ જવાથી
અંતરમાં ખેદ પામે છે. આથી મારે રાગદ્વેષને ટાળવા માટે અત્યંત જાગૃત રહેવું યોગ્ય છે.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન
૧૩૯