मणेरिवाकम्पप्रवृत्तनिर्मलालोकस्यावश्यमेव निराश्रयतया मोहतमः प्रलीयते । यद्येवं लब्धो मया
संवेदनज्ञानेन तथैवागमभाषयाधःप्रवृत्तिकरणापूर्वकरणानिवृत्तिकरणसंज्ञदर्शनमोहक्षपणसमर्थपरिणाम-
विशेषबलेन पश्चादात्मनि योजयति । तदनन्तरमविकल्पस्वरूपे प्राप्ते, यथा पर्यायस्थानीयमुक्ताफलानि
दर्शनमोहान्धकारः प्रलीयते । इति भावार्थः ।।८०।। अथ प्रमादोत्पादकचारित्रमोहसंज्ञश्चौरोऽस्तीति
ચિન્માત્ર ભાવને પામે છે; અને એ રીતે મણિની જેમ જેનો નિર્મળ પ્રકાશ અકંપપણે
પ્રવર્તે છે એવા તે (ચિન્માત્ર ભાવને પામેલા) જીવને મોહાંધકાર નિરાશ્રયપણાને લીધે
અવશ્યમેવ પ્રલય પામે છે.
ભાવાર્થઃ — અર્હંતભગવાન અને પોતાનો આત્મા નિશ્ચયથી સમાન છે; વળી અર્હંતભગવાન મોહરાગદ્વેષ રહિત હોવાને લીધે તેમનું સ્વરૂપ અત્યંત સ્પષ્ટ છે, તેથી જો જીવ દ્રવ્ય -ગુણ -પર્યાયપણે તે (અર્હંતભગવાનના) સ્વરૂપને મન વડે પ્રથમ સમજી લે તો ‘‘આ જે ‘આત્મા, આત્મા’ એવો એકરૂપ ( – કથંચિત્ સદ્રશ) ત્રિકાળિક પ્રવાહ તે દ્રવ્ય છે, તેનું જે એકરૂપ રહેતું ચૈતન્યરૂપ વિશેષણ તે ગુણ છે અને તે પ્રવાહમાં જે ક્ષણવર્તી વ્યતિરેકો તે પર્યાયો છે’’ એમ પોતાનો આત્મા પણ દ્રવ્ય -ગુણ -પર્યાયપણે તેને મન વડે ખ્યાલમાં આવે છે. એ રીતે ત્રિકાળિક નિજ આત્માને મન વડે ખ્યાલમાં લઈને પછી — જેમ મોતીઓને અને ધોળાશને હારમાં જ અંતર્ગત કરીને કેવળ હારને જાણવામાં આવે છે તેમ — આત્મપર્યાયોને અને ચૈતન્યગુણને આત્મામાં જ અંતર્ગર્ભિત કરીને કેવળ આત્માને જાણતાં પરિણામી -પરિણામ -પરિણતિના ભેદનો વિકલ્પ નાશ પામતો જતો હોવાથી જીવ નિષ્ક્રિય ચિન્માત્ર ભાવને પામે છે અને તેથી મોહ ( – દર્શનમોહ) નિરાશ્રય થયો થકો વિનાશ પામે છે.
જો આમ છે, તો મોહની સેના ઉપર વિજય મેળવવાનો ઉપાય મેં પ્રાપ્ત કર્યો છે — એમ કહ્યું. ૮૦.