अथ शुद्धात्मलाभपरिपन्थिनो मोहस्य स्वभावं भूमिकाश्च विभावयति —
दव्वादिएसु मूढो भावो जीवस्स हवदि मोहो त्ति ।
खुब्भदि तेणुच्छण्णो पप्पा रागं व दोसं वा ।।८३।।
द्रव्यादिकेषु मूढो भावो जीवस्य भवति मोह इति ।
क्षुभ्यति तेनावच्छन्नः प्राप्य रागं वा द्वेषं वा ।।८३।।
यो हि द्रव्यगुणपर्यायेषु पूर्वमुपवर्णितेषु पीतोन्मत्तकस्येव जीवस्य तत्त्वाप्रतिपत्तिलक्षणो
दंसणसुद्धा पुरिसा णाणपहाणा समग्गचरियत्था ।
पूजासक्काररिहा दाणस्स य हि ते णमो तेसिं ।।✽७।।
दंसणसुद्धा निजशुद्धात्मरुचिरूपनिश्चयसम्यक्त्वसाधकेन मूढत्रयादिपञ्चविंशतिमलरहितेन
तत्त्वार्थश्रद्धानलक्षणेन दर्शनेन शुद्धा दर्शनशुद्धाः । पुरिसा पुरुषा जीवाः । पुनरपि कथंभूताः । णाणपहाणा
निरुपरागस्वसंवेदनज्ञानसाधकेन वीतरागसर्वज्ञप्रणीतपरमागमाभ्यासलक्षणज्ञानेन प्रधानाः समर्थाः प्रौढा
ज्ञानप्रधानाः । पुनश्च कथंभूताः । समग्गचरियत्था निर्विकारनिश्चलात्मानुभूतिलक्षणनिश्चयचारित्रसाधके-
नाचारादिशास्त्रकथितमूलोत्तरगुणानुष्ठानादिरूपेण चारित्रेण समग्राः परिपूर्णाः समग्रचारित्रस्थाः
पूजासक्काररिहा द्रव्यभावलक्षणपूजा गुणप्रशंसा सत्कारस्तयोरर्हा योग्या भवन्ति । दाणस्स य हि
હવે શુદ્ધાત્મલાભનો *પરિપંથી જે મોહ તેનો સ્વભાવ અને પ્રકારો ( – ભેદો) વ્યક્ત
કરે છેઃ —
દ્રવ્યાદિકે મૂઢ ભાવ વર્તે જીવને, તે મોહ છે;
તે મોહથી આચ્છન્ન રાગી -દ્વેષી થઈ ક્ષોભિત બને. ૮૩.
અન્વયાર્થઃ — [जीवस्य] જીવને [द्रव्यादिकेषु मूढः भावः] દ્રવ્યાદિક વિષે જે મૂઢ ભાવ
( – દ્રવ્યગુણપર્યાય વિષે જે મૂઢતારૂપ પરિણામ) [मोहः इति भवति] તે મોહ છે; [तेन
अवच्छन्नः] તેનાથી આચ્છાદિત વર્તતો થકો જીવ [रागं वा द्वेषं वा प्राप्य] રાગ અથવા દ્વેષને
પામીને [क्षुभ्यति] ક્ષુબ્ધ થાય છે.
ટીકાઃ — ધતૂરો પીધેલા માણસની માફક, જીવને જે પૂર્વે વર્ણવેલાં
દ્રવ્યગુણપર્યાયો વિષે ૧તત્ત્વ-અપ્રતિપત્તિલક્ષણ મૂઢ ભાવ તે ખરેખર મોહ છે. તે મોહથી
*પરિપંથી = શત્રુ; વાટપાડુ; લુટારો.
૧. તત્ત્વ-અપ્રતિપત્તિલક્ષણ = તત્ત્વની અપ્રતિપત્તિ ( – અપ્રાપ્તિ, અજ્ઞાન, અસમજણ, અનિર્ણય) જેનું લક્ષણ
છે એવો.
૧૪૨પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-