Pravachansar (Gujarati). Gatha: 85.

< Previous Page   Next Page >


Page 145 of 513
PDF/HTML Page 176 of 544

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન
૧૪૫
अथामी अमीभिर्लिङ्गैरुपलभ्योद्भवन्त एव निशुम्भनीया इति विभावयति
अट्ठे अजधागहणं करुणाभावो य तिरियमणुएसु
विसएसु य प्पसंगो मोहस्सेदाणि लिंगाणि ।।८५।।
अर्थे अयथाग्रहणं करुणाभावश्च तिर्यङ्मनुजेषु
विषयेषु च प्रसङ्गो मोहस्यैतानि लिङ्गानि ।।८५।।

रागद्वेषमोहपरिणतस्य जीवस्येत्थंभूतो बन्धो भवति ततो रागादिरहितशुद्धात्मध्यानेन ते रागद्वेष- मोहा सम्यक् क्षपयितव्या इति तात्पर्यम् ।।८४।। अथ स्वकीयस्वकीयलिङ्गै रागद्वेषमोहान् ज्ञात्वा

ભાવાર્થઃ(૧) હાથીને પકડવા માટે ઘાસથી ઢાંકેલો ખાડો બનાવવામાં આવે છે; હાથી ત્યાં ખાડો હોવાના અજ્ઞાનને લીધે તે ખાડા ઉપર જતાં તેમાં પડે છે અને એ રીતે પકડાઈ જાય છે. (૨) વળી હાથીને પકડવા માટે, શીખવેલી હાથણી મોકલવામાં આવે છે; તેના દેહ પ્રત્યેના રાગમાં ફસાતાં હાથી પકડાઈ જાય છે. (૩) હાથીને પકડવાની ત્રીજી રીત એ છે કે તે હાથી સામે પાળેલો બીજો હસ્તી મોકલવામાં આવે છે અને પેલો હાથી આ શીખવી મોકલેલા હસ્તી સામે લડવા તેની પાછળ દોડતાં પકડનારાઓની જાળમાં ફસાઈ જાય છેપકડાઈ જાય છે.

ઉપર્યુક્ત રીતે જેમ હાથી (૧) અજ્ઞાનથી, (૨) રાગથી કે (૩) દ્વેષથી અનેક પ્રકારનાં બંધનને પામે છે, તેમ જીવ (૧) મોહથી, (૨) રાગથી કે (૩) દ્વેષથી અનેક પ્રકારનાં બંધનને પામે છે. માટે મોક્ષાર્થીએ મોહ -રાગ -દ્વેષનો પૂરેપૂરી રીતે મૂળમાંથી ક્ષય કરવો જોઈએ. ૮૪.

હવે, આ મોહરાગદ્વેષને આ લિંગો વડે (હવેની ગાથામાં કહેવામાં આવતાં ચિહ્નો- લક્ષણો વડે) ઓળખીને ઉદ્ભવતાં વેંત જ મારી નાખવાયોગ્ય છે એમ વ્યક્ત કરે છેઃ

અર્થો તણું અયથાગ્રહણ, કરુણા મનુજ -તિર્યંચમાં,
વિષયો તણો વળી સંગ,લિંગો જાણવાં આ મોહનાં. ૮૫.

અન્વયાર્થઃ[अर्थे अयथाग्रहणं] પદાર્થનું અયથાગ્રહણ (અર્થાત્ પદાર્થોને જેમ છે તેમ સત્ય સ્વરૂપે ન માનતાં તેમના વિષે અન્યથા સમજણ) [च] અને [तिर्यङ्मनुजेषु करुणाभावः] તિર્યંચ -મનુષ્યો પ્રત્યે કરુણાભાવ, [विषयेषु प्रसंगः च] તથા વિષયોનો સંગ (અર્થાત્ ઇષ્ટ વિષયો પ્રત્યે પ્રીતિ અને અને અનિષ્ટ વિષયો પ્રત્યે અપ્રીતિ)[एतानि] [मोहस्य लिंगानि] મોહનાં લિંગો છે. પ્ર. ૧૯