Pravachansar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 18 of 544

 

background image
ઉપાય છે. શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે તત્ત્વદીપિકાની પૂર્ણાહુતિ કરતાં ભાવેલી ભાવના ભાવીને આ
ઉપોદ્ઘાત પૂર્ણ કરું છુંઃ ‘‘આનંદામૃતના પૂરથી ભરચક વહેતી કૈવલ્યસરિતામાં જે નિમગ્ન
છે, જગતને જોવાને સમર્થ એવી મહાજ્ઞાનલક્ષ્મી જેમાં મુખ્ય છે, ઉત્તમ રત્નના કિરણ જેવું
જે સ્પષ્ટ અને જે ઇષ્ટ છે
એવા પ્રકાશમાન સ્વતત્ત્વને જીવો સ્યાત્કારલક્ષણથી લક્ષિત
જિનેન્દ્રશાસનના વશે પામો.’’
શ્રુતપંચમી, વિ. સં. ૨૦૦૪હિંમતલાલ જેઠાલાલ શાહ
[ 12 ]
નિશ્ચયનય ઉપાદેય છે અને વ્યવહારનય હેય છે.
પ્રશ્નઃદ્રવ્યસામાન્યનું આલંબન જ ઉપાદેય હોવા છતાં, અહીં (ગાથા
૧૮૯ની ટીકામાં) રાગપરિણામના ગ્રહણત્યાગરૂપ પર્યાયોનો સ્વીકાર કરનાર
નિશ્ચયનયને ઉપાદેય કેમ કહ્યો છે?
ઉત્તરઃ‘રાગપરિણામનો કરનાર પણ આત્મા જ છે અને વીતરાગ
પરિણામનો કરનાર પણ આત્મા જ છે, અજ્ઞાનદશા પણ આત્મા સ્વતંત્રપણે કરે
છે અને જ્ઞાનદશા પણ આત્મા સ્વતંત્રપણે કરે છે’
આવા યથાર્થ જ્ઞાનની અંદર
દ્રવ્યસામાન્યનું જ્ઞાન ગર્ભિતપણે સમાઈ જ જાય છે. જો વિશેષોનું બરાબર યથાર્થ
જ્ઞાન હોય તો એ વિશેષો જેના વિના હોતા નથી એવા સામાન્યનું જ્ઞાન હોવું
જ જોઈએ. દ્રવ્યસામાન્યના જ્ઞાન વિના પર્યાયોનું યથાર્થ જ્ઞાન હોઈ શકે જ નહિ.
માટે ઉપરોક્ત નિશ્ચયનયમાં દ્રવ્યસામાન્યનું જ્ઞાન ગર્ભિતપણે સમાઈ જ જાય છે.
જે જીવ બંધમાર્ગરૂપ પર્યાયમાં તેમ જ મોક્ષમાર્ગરૂપ પર્યાયમાં આત્મા એકલો જ
છે એમ યથાર્થપણે (દ્રવ્યસામાન્યની અપેક્ષા સહિત) જાણે છે, તે જીવ પરદ્રવ્ય
વડે સંપૃક્ત થતો નથી અને દ્રવ્યસામાન્યની અંદર પર્યાયોને ડુબાડી દઈને સુવિશુદ્ધ
હોય છે. આ રીતે પર્યાયોના યથાર્થ જ્ઞાનમાં દ્રવ્યસામાન્યનું જ્ઞાન અપેક્ષિત હોવાથી
અને દ્રવ્ય -પર્યાયોના યથાર્થ જ્ઞાનમાં દ્રવ્યસામાન્યના આલંબનરૂપ અભિપ્રાય
અપેક્ષિત હોવાથી ઉપરોક્ત નિશ્ચયનયને ઉપાદેય કહ્યો છે.
[ વિશેષ માટે ૧૨૬મી ગાથાની ટીકા જુઓ.]