Pravachansar (Gujarati). Gatha: 90.

< Previous Page   Next Page >


Page 153 of 513
PDF/HTML Page 184 of 544

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન
૧૫૩

य एव स्वकीयेन चैतन्यात्मकेन द्रव्यत्वेनाभिसंबद्धमात्मानं परं च परकीयेन यथोचितेन द्रव्यत्वेनाभिसंबद्धमेव निश्चयतः परिच्छिनत्ति, स एव सम्यगवाप्तस्वपरविवेकः सकलं मोहं क्षपयति अतः स्वपरविवेकाय प्रयतोऽस्मि ।।८९।।

अथ सर्वथा स्वपरविवेकसिद्धिरागमतो विधातव्येत्युपसंहरति
तम्हा जिणमग्गादो गुणेहिं आदं परं च दव्वेसु
अभिगच्छदु णिम्मोहं इच्छदि जदि अप्पणो अप्पा ।।९०।।
तस्माज्जिनमार्गाद्गुणैरात्मानं परं च द्रव्येषु
अभिगच्छतु निर्मोहमिच्छति यद्यात्मन आत्मा ।।९०।।

मात्मानं जानाति यदि कथंभूतम् स्वकीयशुद्धचैतन्यद्रव्यत्वेनाभिसंबद्धं, न केवलमात्मानम्, परं च यथोचितचेतनाचेतनपरकीयद्रव्यत्वेनाभिसंबद्धम् कस्मात् णिच्छयदो निश्चयतः निश्चयनयानुकूलं

ટીકાઃજે નિશ્ચયથી પોતાને સ્વકીય ચૈતન્યાત્મક દ્રવ્યત્વથી સંબદ્ધ (-સંયુક્ત) અને પરને પરકીય યથોચિત દ્રવ્યત્વથી સંબદ્ધ જ જાણે છે, તે જ (જીવ), સમ્યક્પણે સ્વ -પરના વિવેકને જેણે પ્રાપ્ત કર્યો છે એવો, સકળ મોહનો ક્ષય કરે છે. માટે સ્વ -પરના વિવેકને માટે હું પ્રયત્નશીલ છું. ૮૯.

હવે, સર્વ પ્રકારે સ્વ -પરના વિવેકની સિદ્ધિ આગમથી કરવાયોગ્ય છે એમ ઉપસંહાર કરે છેઃ

તેથી યદિ જીવ ઇચ્છતો નિર્મોહતા નિજ આત્મને,
જિનમાર્ગથી દ્રવ્યો મહીં જાણો સ્વ -પરને ગુણ વડે. ૯૦.

અન્વયાર્થઃ[तस्मात्] માટે (સ્વ -પરના વિવેકથી મોહનો ક્ષય કરી શકાતો હોવાથી) [यदि] જો [आत्मा] આત્મા [आत्मनः] પોતાને [निर्मोहं] નિર્મોહપણું [इच्छति] ઇચ્છતો હોય, તો [जिनमार्गात्] જિનમાર્ગ દ્વારા [गुणैः] ગુણો વડે [द्रव्येषु] દ્રવ્યોમાં [आत्मानं परं च] સ્વ અને પરને [अभिगच्छतु] જાણો (અર્થાત્ જિનાગમ દ્વારા વિશેષ ગુણો વડે અનંત દ્રવ્યોમાંથી ‘આ સ્વ છે ને આ પર છે’ એમ વિવેક કરો). ૧. સ્વકીય = પોતાનું ૨.પરકીય = પારકું ૩. યથોચિત = યથાયોગ્યચેતન કે અચેતન. (પુદ્ગલાદિ દ્રવ્યો પરકીય અચેતન દ્રવ્યત્વથી સંયુક્ત

છે અને અન્ય આત્માઓ પરકીય ચેતન દ્રવ્યત્વથી સંયુક્ત છે.) પ્ર. ૨૦