Pravachansar (Gujarati).

< Previous Page   Next Page >


Page 154 of 513
PDF/HTML Page 185 of 544

 

background image
इह खल्वागमनिगदितेष्वनन्तेषु गुणेषु कैश्चिद्गुणैरन्ययोगव्यवच्छेदकतयासाधारण-
तामुपादाय विशेषणतामुपगतैरनन्तायां द्रव्यसंततौ स्वपरविवेकमुपगच्छन्तु मोहप्रहाणप्रवणबुद्धयो
लब्धवर्णाः
तथाहियदिदं सदकारणतया स्वतःसिद्धमन्तर्बहिर्मुखप्रकाशशालितया स्वपर-
परिच्छेदकं मदीयं मम नाम चैतन्यमहमनेन तेन समानजातीयमसमानजातीयं वा द्रव्यमन्यद-
पहाय ममात्मन्येव वर्तमानेनात्मीयमात्मानं सकलत्रिकालकलितध्रौव्यं द्रव्यं जानामि
एवं
भेदज्ञानमाश्रित्य जो यः कर्ता सोमोहक्खयं कुणदि निर्मोहपरमानन्दैकस्वभावशुद्धात्मनो
विपरीतस्य मोहस्य क्षयं करोतीति सूत्रार्थः ।।८९।। अथ पूर्वसूत्रे यदुक्तं स्वपरभेदविज्ञानं तदागमतः
सिद्धयतीति प्रतिपादयतितम्हा जिणमग्गादो यस्मादेवं भणितं पूर्वं स्वपरभेदविज्ञानाद् मोहक्षयो
भवति, तस्मात्कारणाज्जिनमार्गाज्जिनागमात् गुणेहिं गुणैः आदं आत्मानं, न केवलमात्मानं परं च
परद्रव्यं च केषु मध्ये दव्वेसु शुद्धात्मादिषड्द्रव्येषु अभिगच्छदु अभिगच्छतु जानातु यदि
किम् णिम्मोहं इच्छदि जदि निर्मोहभावमिच्छति यदि चेत् स कः अप्पा आत्मा कस्य संबन्धित्वेन
૧૫પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-
ટીકાઃમોહનો ક્ષય કરવા પ્રત્યે પ્રવણ બુદ્ધિવાળા બુધજનો આ જગતમાં
આગમને વિષે કહેલા અનંત ગુણોમાંથી કોઈક ગુણો વડેકે જે ગુણો અન્ય સાથે યોગ
રહિત હોવાથી અસાધારણપણું ધારણ કરીને વિશેષણપણાને પામ્યા છે તેમના વડેઅનંત
દ્રવ્યસંતતિમાં સ્વ -પરના વિવેકને પામો (અર્થાત્ મોહનો ક્ષય કરવા ઇચ્છતા પંડિત જનો
આગમમાં કહેલા અનંત ગુણોમાંથી અસાધારણ અને ભિન્નલક્ષણભૂત ગુણો વડે અનંત
દ્રવ્યપરંપરામાં ‘આ સ્વદ્રવ્ય છે અને આ પરદ્રવ્યો છે’ એવો વિવેક કરો). તે આ પ્રમાણેઃ
સત્ અને અકારણ હોવાથી સ્વતઃસિદ્ધ, અંતર્મુખ અને બહિર્મુખ પ્રકાશવાળું
હોવાથી સ્વપરનું જ્ઞાયકએવું જે આ, મારી સાથે સંબંધવાળું, મારું ચૈતન્ય તેના વડેકે
જે (ચૈતન્ય) સમાનજાતીય અથવા અસમાનજાતીય અન્યદ્રવ્યને છોડીને મારા આત્મામાં જ
વર્તે છે તેના વડે
હું પોતાના આત્માને સકળ ત્રિકાળે ધ્રુવત્વ ધરતું દ્રવ્ય જાણું છું. એ
૧. પ્રવણ = ઢળતી; અભિમુખ; રત.
૨. કેટલાક ગુણો અન્ય દ્રવ્યો સાથે સંબંધ રહિત હોવાને લીધે અર્થાત
્ અન્ય દ્રવ્યોમાં નહિ હોવાને
લીધે અસાધારણ છે અને તેથી વિશેષણભૂતભિન્નલક્ષણભૂત છે; તેમના વડે દ્રવ્યોનું ભિન્નપણું
નક્કી કરી શકાય છે.
૩. દ્રવ્યસંતતિ = દ્રવ્યપરંપરા; દ્રવ્યસમૂહ.
૪. સત
્ = હયાતીવાળું; સત્તાવાળું; અસ્તિત્વવાળું; સત્રૂપ.
૫. અકારણ = જેનું કોઇ કારણ ન હોય એવું; અહેતુક. (ચૈતન્ય સત્ અને અહેતુક હોવાને લીધે
પોતાથી જ સિદ્ધ છે.)
૬. સકળ = આખું; સમસ્ત; નિરવશેષ. (આત્મા કોઈ કાળને બાકી રાખ્યા વિના આખાય ત્રણે કાળે
ધ્રુવ રહેતું એવું દ્રવ્ય છે.)