Pravachansar (Gujarati).

< Previous Page   Next Page >


Page 155 of 513
PDF/HTML Page 186 of 544

 

background image
पृथक्त्ववृत्तस्वलक्षणैर्द्रव्यमन्यदपहाय तस्मिन्नेव च वर्तमानैः सकलत्रिकालकलितध्रौव्यं
द्रव्यमाकाशं धर्ममधर्मं कालं पुद्गलमात्मान्तरं च निश्चिनोमि
ततो नाहमाकाशं न धर्मो
नाधर्मो न च कालो न पुद्गलो नात्मान्तरं च भवामि; यतोऽमीष्वेकापवरकप्रबोधितानेक-
दीपप्रकाशेष्विव संभूयावस्थितेष्वपि मच्चैतन्यं स्वरूपादप्रच्युतमेव मां पृथगवगमयति
एवमस्य
निश्चितस्वपरविवेकस्यात्मनो न खलु विकारकारिणो मोहाङ्कु रस्य प्रादुर्भूतिः स्यात् ।।९०।।
अप्पणो आत्मन इति तथाहियदिदं मम चैतन्यं स्वपरप्रकाशकं तेनाहं कर्ता विशुद्धज्ञानदर्शन-
स्वभावं स्वकीयमात्मानं जानामि, परं च पुद्गलादिपञ्चद्रव्यरूपं शेषजीवान्तरं च पररूपेण जानामि,
ततः कारणादेकापवरक प्रबोधितानेकप्रदीपप्रकाशेष्विव संभूयावस्थितेष्वपि सर्वद्रव्येषु मम सहजशुद्ध-

चिदानन्दैकस्वभावस्य केनापि सह मोहो नास्तीत्यभिप्रायः
।।९०।। एवं स्वपरपरिज्ञानविषये मूढत्व-
निरासार्थं गाथाद्वयेन चतुर्थज्ञानकण्डिका गता इति पञ्चविंशतिगाथाभिर्ज्ञानकण्डिकाचतुष्टयाभिधानो
द्वितीयोऽधिकारः समाप्तः अथ निर्दोषिपरमात्मप्रणीतपदार्थश्रद्धानमन्तरेण श्रमणो न भवति,
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન
૧૫૫
રીતે પૃથક્પણે વર્તતાં સ્વલક્ષણો વડેકે જે (સ્વલક્ષણો) અન્ય દ્રવ્યને છોડીને તે જ દ્રવ્યમાં
વર્તે છે તેમના વડેઆકાશને, ધર્મને, અધર્મને, કાળને, પુદ્ગલને અને આત્માંતરને
(અન્ય આત્માને) સકળ ત્રિકાળે ધ્રુવત્વ ધરતાં દ્રવ્યો તરીકે નક્કી કરું છું (અર્થાત્ જેમ
ચૈતન્યલક્ષણ વડે આત્માને ધ્રુવ દ્રવ્ય તરીકે જાણ્યો, તેમ અવગાહહેતુત્વ, ગતિહેતુત્વ વગેરે
લક્ષણો કે જેઓ સ્વલક્ષ્યભૂત દ્રવ્ય સિવાય અન્ય દ્રવ્યોમાં વર્તતાં નથી તેમના વડે આકાશ,
ધર્માસ્તિકાય વગેરેને ભિન્ન ભિન્ન ધ્રુવ દ્રવ્યો તરીકે જાણું છું). માટે હું આકાશ નથી, ધર્મ
નથી, અધર્મ નથી, કાળ નથી, પુદ્ગલ નથી અને આત્માંતર નથી; કારણ કે
એક ઓરડામાં
પ્રગટાવેલા અનેક દીવાના પ્રકાશોની માફક આ દ્રવ્યો એકઠાં થઈને રહેલાં હોવા છતાં મારું
ચૈતન્ય (નિજ) સ્વરૂપથી અચ્યુત જ રહ્યું થકું મને પૃથક્ જણાવે છે.
આ પ્રમાણે જેણે સ્વ -પરનો વિવેક નિશ્ચિત (નક્કી) કર્યો છે એવા આ આત્માને
વિકારકારી મોહાંકુરનો પ્રાદુર્ભાવ થતો નથી (વિકાર કરનારો મોહાંકુર પ્રગટ થતો નથી).
ભાવાર્થઃસ્વ -પરના વિવેકથી મોહનો નાશ કરી શકાય છે. તે સ્વ -પરનો વિવેક,
જિનાગમ દ્વારા સ્વ -પરનાં લક્ષણો યથાર્થપણે ઓળખવાથી કરી શકાય છે. ૯૦.
૧. જેમ ઘણા દીવાના પ્રકાશો એક જ ઓરડામાં ભેગા રહ્યા હોય તો સ્થૂલ દ્રષ્ટિથી જોતાં તેઓ
એક -બીજામાં મળી ગયેલા ભાસે છે, તોપણ સૂક્ષ્મ દ્રષ્ટિથી વિચારપૂર્વક જોતાં તો તે પ્રકાશો ભિન્ન
ભિન્ન જ છે (કારણ કે એક દીવો બુઝાઈ જતાં તે જ દીવાનો પ્રકાશ નષ્ટ થાય છે, અન્ય
દીવાના પ્રકાશો નષ્ટ થતા નથી); તેમ જીવાદિ અનેક દ્રવ્યો એક જ ક્ષેત્રમાં રહ્યાં છે તોપણ સૂક્ષ્મ
દ્રષ્ટિથી જોતાં તેઓ ભિન્ન ભિન્ન જ છે, એકમેક થયાં નથી.