Pravachansar (Gujarati). Gatha: 91.

< Previous Page   Next Page >


Page 156 of 513
PDF/HTML Page 187 of 544

 

૧૫પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-
अथ जिनोदितार्थश्रद्धानमन्तरेण धर्मलाभो न भवतीति प्रतर्कयति
सत्तासंबद्धेदे सविसेसे जो हि णेव सामण्णे
सद्दहदि ण सो समणो तत्तो धम्मो ण संभवदि ।।९१।।
सत्तासंबद्धानेतान् सविशेषान् यो हि नैव श्रामण्ये
श्रद्दधाति न स श्रमणः ततो धर्मो न संभवति ।।९१।।

यो हि नामैतानि सादृश्यास्तित्वेन सामान्यमनुव्रजन्त्यपि स्वरूपास्तित्वेनाश्लिष्ट- विशेषाणि द्रव्याणि स्वपरावच्छेदेनापरिच्छिन्दन्नश्रद्दधानो वा एवमेव श्रामण्येनात्मानं दमयति तस्माच्छुद्धोपयोगलक्षणधर्मोऽपि न संभवतीति निश्चिनोतिसत्तासंबद्धे महासत्तासंबन्धेन सहितान् एदे एतान् पूर्वोक्तशुद्धजीवादिपदार्थान् पुनरपि किंविशिष्टान् सविसेसे विशेषसत्तावान्तरसत्ता स्वकीय- स्वकीयस्वरूपसत्ता तया सहितान् जो हि णेव सामण्णे सद्दहदि यः कर्ता द्रव्यश्रामण्ये स्थितोऽपि न श्रद्धत्ते

હવે, જિનોદિત અર્થોના શ્રદ્ધાન વિના ધર્મલાભ થતો નથી (અર્થાત્ જિનદેવે કહેલા પદાર્થોની શ્રદ્ધા કર્યા વિના શુદ્ધાત્મ -અનુભવરૂપ ધર્મપ્રાપ્તિ થતી નથી) એમ ન્યાયપૂર્વક વિચારે છેઃ

શ્રામણ્યમાં સત્તામયી સવિશેષ આ દ્રવ્યો તણી
શ્રદ્ધા નહિ, તે શ્રમણ ના; તેમાંથી ધર્મોદ્ભવ નહીં. ૯૧.

અન્વયાર્થઃ[यः हि] જે (જીવ) [श्रामण्ये] શ્રમણપણામાં [एतान् सत्तासंबद्धान् सविशेषान्]સત્તાસંયુક્ત સવિશેષ પદાર્થોને [न एव श्रद्दधाति] શ્રદ્ધતો નથી, [सः] તે [श्रमणः न] શ્રમણ નથી; [ततः धर्मः न संभवति] તેનામાંથી ધર્મ ઉદ્ભવતો નથી (અર્થાત્ તે શ્રમણાભાસને ધર્મ થતો નથી).

ટીકાઃજે (જીવ) આ દ્રવ્યોનેકે જે (દ્રવ્યો) સાદ્રશ્ય -અસ્તિત્વ વડે સમાનપણું ધરતાં છતાં સ્વરૂપ -અસ્તિત્વ વડે વિશેષ સહિત છે તેમનેસ્વ -પરના અવચ્છેદપૂર્વક નહિ જાણતો અને નહિ શ્રદ્ધતો થકો, એમ ને એમ જ (જ્ઞાન -શ્રદ્ધા વિના) શ્રામણ્ય વડે ૧. સત્તાસંયુક્ત = અસ્તિત્વવાળા ૨. સવિશેષ = વિશેષ સહિત; તફાવતવાળા; ભેદવાળા; ભિન્નભિન્ન. ૩. અસ્તિત્વ બે પ્રકારે છેઃ સાદ્રશ્ય -અસ્તિત્વ અને સ્વરૂપ -અસ્તિત્વ. સાદ્રશ્ય -અસ્તિત્વની અપેક્ષાએ સર્વ

દ્રવ્યોમાં સમાનપણું છે અને સ્વરૂપ -અસ્તિત્વની અપેક્ષાએ સર્વ દ્રવ્યોમાં વિશેષપણું છે. ૪. સ્વ -પરના અવચ્છેદપૂર્વક = સ્વ -પરના વિભાગપૂર્વકવિવેકપૂર્વક; સ્વ -પરને જુદાં પાડીને.