अथ ‘उवसंपयामि सम्मं जत्तो णिव्वाणसंपत्ती’ इति प्रतिज्ञाय ‘चारित्तं खलु धम्मो धम्मो जो सो समो त्ति णिद्दिट्ठो’ इति साम्यस्य धर्मत्वं निश्चित्य ‘परिणमदि जेण दव्वं तक्कालं तम्मयं ति पण्णत्तं तम्हा धम्मपरिणदो आदा धम्मो मुणेयव्वो’ इति यदात्मनो हि स्फु टं ण सो समणो निजशुद्धात्मरुचिरूपनिश्चयसम्यक्त्वपूर्वकपरमसामायिकसंयमलक्षणश्रामण्या- भावात्स श्रमणो न भवति । इत्थंभूतभावश्रामण्याभावात् तत्तो धम्मो ण संभवदि तस्मात्पूर्वोक्तद्रव्य- श्रमणात्सकाशान्निरुपरागशुद्धात्मानुभूतिलक्षणधर्मोऽपि न संभवतीति सूत्रार्थः ।।९१।। अथ ‘उव- संपयामि सम्मं’ इत्यादि नमस्कारगाथायां यत्प्रतिज्ञातं, तदनन्तरं ‘चारित्तं खलु धम्मो’ इत्यादिसूत्रेण चारित्रस्य धर्मत्वं व्यवस्थापितम् । अथ ‘परिणमदि जेण दव्वं’ इत्यादिसूत्रेणात्मनो धर्मत्वं भणित- (દ્રવ્યમુનિપણા વડે) આત્માને દમે છે, તે ખરેખર શ્રમણ નથી; જેથી, જેમ ધૂળ અને સુવર્ણકણિકાનો તફાવત જેણે જાણ્યો નથી એવા ધૂળધોયામાંથી સુવર્ણલાભ ઉદ્ભવતો નથી તેમ તેનામાંથી ( – શ્રમણાભાસમાંથી), ૧નિરુપરાગ આત્મતત્ત્વની ૨ઉપલબ્ધિ જેનું લક્ષણ છે એવો ધર્મલાભ ઉદ્ભવતો નથી.
ભાવાર્થઃ — જે જીવ દ્રવ્યમુનિપણું પાળતો હોવા છતાં સ્વ -પરના ભેદ સહિત પદાર્થોને શ્રદ્ધતો નથી, તે જીવ નિશ્ચય -સમ્યક્ત્વપૂર્વક પરમસામાયિકસંયમરૂપ મુનિપણાના અભાવને લીધે મુનિ નથી; તેથી, જેમ જેને ધૂળ અને સુવર્ણના કણનો વિવેક નથી એવા ધૂળધોયાને, ગમે તેટલી મહેનત કરવા છતાં, સુવર્ણની પ્રાપ્તિ થતી નથી, તેમ જેને સ્વ અને પરનો વિવેક નથી એવા તે દ્રવ્યમુનિને, ગમે તેટલું દ્રવ્યમુનિત્વની ક્રિયાઓનું કષ્ટ ઉઠાવવા છતાં, ધર્મની પ્રાપ્તિ થતી નથી. ૯૧.
૩‘उवसंपयामि सम्मं जत्तो णिव्वाणसंपत्ती’ એમ (પાંચમી ગાથામાં) પ્રતિજ્ઞા કરીને, ૪‘चारित्तं खलु धम्मो धम्मो जो सो समो त्ति णिद्दिठ्ठो’ એમ (૭મી ગાથામાં) ૫સામ્યનું ધર્મપણું નક્કી કરીને, ૬‘परिणमदि जेण दव्वं तक्कालं तम्मयं ति पण्णत्तं तम्हा धम्मपरिणदो आदा धम्मो ૧. નિરુપરાગ = ઉપરાગ ( – મલિનતા, વિકાર) રહિત ૨. ઉપલબ્ધિ = અનુભવ; પ્રાપ્તિ. ૩. અર્થઃ — હું સામ્યને પ્રાપ્ત કરું છું કે જેનાથી નિર્વાણની પ્રાપ્તિ થાય છે. ૪. અર્થઃ — ચારિત્ર ખરેખર ધર્મ છે. જે ધર્મ છે તે સામ્ય છે એમ (શાસ્ત્રમાં) કહ્યું છે. ૫. સામ્યનું ધર્મપણું નક્કી કરીને = સામ્ય એ ધર્મ છે એમ નક્કી કરીને ૬. અર્થઃ — દ્રવ્ય જે કાળે જે ભાવરૂપે પરિણમે છે તે કાળે તે -મય છે એમ (જિનેન્દ્રદેવે) કહ્યું છે;