जो णिहदमोहदिट्ठी आगमकुसलो विरागचरियम्हि ।
अब्भुट्ठिदो महप्पा धम्मो त्ति विसेसिदो समणो ।।९२।।
यो निहतमोहदृष्टिरागमकुशलो विरागचरिते ।
अभ्युत्थितो महात्मा धर्म इति विशेषितः श्रमणः ।।९२।।
यदयं स्वयमात्मा धर्मो भवति स खलु मनोरथ एव । तस्य त्वेका बहिर्मोहद्रष्टिरेव
विहन्त्री । सा चागमकौशलेनात्मज्ञानेन च निहता, नात्र मम पुनर्भावमापत्स्यते । ततो
वीतरागचारित्रसूत्रितावतारो ममायमात्मा स्वयं धर्मो भूत्वा निरस्तसमस्तप्रत्यूहतया नित्यमेव
परिणतत्वात् परमवीतरागचारित्रे सम्यगभ्युत्थितः उद्यतः । पुनरपि कथंभूतः । महप्पा मोक्षलक्षण-
महार्थसाधकत्वेन महात्मा धम्मो त्ति विसेसिदो समणो जीवितमरणलाभालाभादिसमताभावनापरिणतात्मा
स श्रमण एवाभेदनयेन धर्म इति विशेषितो मोहक्षोभविहीनात्मपरिणामरूपो निश्चयधर्मो भणित
इत्यर्थः ।।९२।। अथैवंभूतनिश्चयरत्नत्रयपरिणतमहातपोधनस्य योऽसौ भक्तिं करोति तस्य
फलं दर्शयति —
जो तं दिट्ठा तुट्ठो अब्भुट्ठित्ता करेदि सक्कारं ।
वंदणणमंसणादिहिं तत्तो सो धम्ममादियदि ।।“८।।
जो तं दिट्ठा तुट्ठो यो भव्यवरपुण्डरीको निरुपरागशुद्धात्मोपलम्भलक्षणनिश्चयधर्मपरिणतं
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન
૧૫૯
આગમ વિષે કૌશલ્ય છે ને મોહદ્રષ્ટિ વિનષ્ટ છે,
વીતરાગ -ચરિતારૂઢ છે, તે મુનિ -મહાત્મા ‘ધર્મ’ છે. ૯૨.
અન્વયાર્થઃ — [यः आगमकुशलः] જે આગમમાં કુશળ છે, [निहतमोहदृष्टिः] જેની
મોહદ્રષ્ટિ હણાઈ ગઈ છે અને [विरागचरिते अभ्युत्थितः] જે વીતરાગચારિત્રમાં આરૂઢ છે,
[महात्मा श्रमणः] તે મહાત્મા શ્રમણને [धर्मः इति विशेषितः] (શાસ્ત્રમાં) ‘ધર્મ’ કહેલ છે.
ટીકાઃ — આ આત્મા સ્વયં ( – પોતે) ધર્મ થાય તે ખરેખર મનોરથ છે. તેને વિઘ્ન
કરનારી તો એક ૧બહિર્મોહદ્રષ્ટિ જ છે. અને તે (બહિર્મોહદ્રષ્ટિ) તો ૨આગમકૌશલ્ય તથા
આત્મજ્ઞાન વડે હણાઈ ગઈ હોવાથી હવે મને ફરીને ઉત્પન્ન થવાની નથી. માટે વીતરાગ-
ચારિત્રરૂપે પ્રગટતા પામેલો ( – વીતરાગચારિત્રરૂપ પર્યાયે પરિણમેલો) મારો આ આત્મા
૧. બહિર્મોહદ્રષ્ટિ = બહિર્મુખ એવી મોહદ્રષ્ટિ. (આત્માને ધર્મપણે થવામાં વિઘ્ન કરનારી એક
બહિર્મોહદ્રષ્ટિ જ છે.)
૨. આગમકૌશલ્ય = આગમમાં કુશળતા – પ્રવીણતા.