Pravachansar (Gujarati). Gatha: 94.

< Previous Page   Next Page >


Page 167 of 513
PDF/HTML Page 198 of 544

 

background image
मात्रमेवावलम्ब्य तत्त्वाप्रतिपत्तिलक्षणं मोहमुपगच्छन्तः परसमया भवन्ति ।।९३।।
अथानुषङ्गिकीमिमामेव स्वसमयपरसमयव्यवस्थां प्रतिष्ठाप्योपसंहरति
जे पज्जएसु णिरदा जीवा परसमइग त्ति णिद्दिट्ठा
आदसहावम्हि ठिदा ते सगसमया मुणेदव्वा ।।९४।।
ये पर्यायेषु निरता जीवाः परसमयिका इति निर्दिष्टाः
आत्मस्वभावे स्थितास्ते स्वकसमया ज्ञातव्याः ।।९४।।
शरीराकारगतिमार्गणाविलक्षणः सिद्धगतिपर्यायः तथाऽगुरुलघुकगुणषड्वृद्धिहानिरूपाः साधारणस्वभाव-
गुणपर्यायाश्च, तथा सर्वद्रव्येषु स्वभावद्रव्यपर्यायाः स्वजातीयविजातीयविभावद्रव्यपर्यायाश्च, तथैव

स्वभावविभावगुणपर्यायाश्च ‘जेसिं अत्थि सहाओ’ इत्यादिगाथायां, तथैव ‘भावा जीवादीया’ इत्यादि-

गाथायां च
पञ्चास्तिकाये पूर्वं कथितक्रमेण यथासंभवं ज्ञातव्याः पज्जयमूढा हि परसमया यस्मादित्थंभूत-
(જીવો) પર્યાયમાત્રને જ અવલંબીને તત્ત્વની અપ્રતિપત્તિ જેનું લક્ષણ છે એવા મોહને પામતા
થકા પરસમય થાય છે.
ભાવાર્થઃપદાર્થ દ્રવ્યસ્વરૂપ છે. દ્રવ્ય અનંતગુણમય છે. દ્રવ્યો અને ગુણોથી પર્યાયો
થાય છે. પર્યાયો બે પ્રકારના છેઃ (૧) દ્રવ્યપર્યાય; (૨) ગુણપર્યાય. તેમાં દ્રવ્યપર્યાયો બે
પ્રકારના છેઃ (૧) સમાનજાતીય
જેમ કે દ્વિ -અણુક, ત્રિ -અણુક વગેરે સ્કંધ; (૨) અસમાન-
જાતીયજેમ કે મનુષ્ય, દેવ વગેરે. ગુણપર્યાયો પણ બે પ્રકારના છેઃ (૧) સ્વભાવપર્યાય
જેમ કે સિદ્ધના ગુણપર્યાયો; (૨) વિભાવપર્યાયજેમ કે સ્વપરહેતુક મતિજ્ઞાનપર્યાય.
આવું જિનેંદ્રભગવાનની વાણીએ દર્શાવેલું સર્વ પદાર્થોનું દ્રવ્ય -ગુણ -પર્યાયસ્વરૂપ જ
યથાર્થ છે. જે જીવો દ્રવ્ય -ગુણને નહિ જાણતા થકા કેવળ પર્યાયને જ અવલંબે છે તેઓ
નિજ સ્વભાવને નહિ જાણતા થકા પરસમય છે. ૯૩.
હવે *આનુષંગિક એવી આ જ સ્વસમય -પરસમયની વ્યવસ્થા (અર્થાત્ સ્વસમય
અને પરસમયનો ભેદ) નક્કી કરીને (તે વાતનો) ઉપસંહાર કરે છેઃ
પર્યાયમાં રત જીવ જે તે ‘પરસમય’ નિર્દિષ્ટ છે;
આત્મસ્વભાવે સ્થિત જે તે ‘સ્વકસમય’ જ્ઞાતવ્ય છે. ૯૪.
અન્વયાર્થઃ[ये जीवाः] જે જીવો [पर्यायेषु निरताः] પર્યાયોમાં લીન છે
[परसमयिकाः इति निर्दिष्टाः] તેમને પરસમય કહેવામાં આવ્યા છે; [आत्मस्वभावे स्थिताः] જે
જીવો આત્મસ્વભાવમાં સ્થિત છે [ते] તે [स्वकसमयाः ज्ञातव्याः] સ્વસમય જાણવા.
*આનુષંગિક = પૂર્વ ગાથાના કથન સાથે સંબંધવાળી
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞેયતત્ત્વ-પ્રજ્ઞાપન
૧૬૭