ये खलु जीवपुद्गलात्मकमसमानजातीयद्रव्यपर्यायं सकलाविद्यानामेकमूलमुपगता
यथोदितात्मस्वभावसंभावनक्लीबास्तस्मिन्नेवाशक्तिमुपव्रजन्ति, ते खलूच्छलितनिरर्गलैकान्त-
दृष्टयो मनुष्य एवाहमेष ममैवैतन्मनुष्यशरीरमित्यहङ्कारममकाराभ्यां विप्रलभ्यमाना अविचलित-
चेतनाविलासमात्रादात्मव्यवहारात् प्रच्युत्य क्रोडीकृतसमस्तक्रियाकुटुम्बकं मनुष्यव्यवहारमाश्रित्य
रज्यन्तो द्विषन्तश्च परद्रव्येण कर्मणा संगतत्वात्परसमया जायन्ते । ये तु पुनरसंकीर्ण-
द्रव्यगुणपर्यायसुस्थितं भगवन्तमात्मनः स्वभावं सकलविद्यानामेकमूलमुपगम्य यथोदितात्म-
द्रव्यगुणपर्यायपरिज्ञानमूढा अथवा नारकादिपर्यायरूपो न भवाम्यहमिति भेदविज्ञानमूढाश्च परसमया
मिथ्यादृष्टयो भवन्तीति । तस्मादियं पारमेश्वरी द्रव्यगुणपर्यायव्याख्या समीचीना भद्रा भवतीत्यभि-
प्रायः ।।९३।। अथ प्रसंगायातां परसमयस्वसमयव्यवस्थां कथयति — जे पज्जएसु णिरदा जीवा ये पर्यायेषु
ટીકાઃ — જેઓ જીવપુદ્ગલાત્મક અસમાનજાતીય દ્રવ્યપર્યાયનો — કે જે સકળ
અવિદ્યાઓનું એક મૂળ છે તેનો — આશ્રય કરતા થકા ૧યથોક્ત આત્મસ્વભાવની ૨સંભાવના
કરવાને નપુંસક હોવાથી તેમાં જ બળ ધારણ કરે છે (અર્થાત્ તે અસમાનજાતીય દ્રવ્યપર્યાય
પ્રત્યે જ જોરવાળા છે), તેઓ — જેમને ૩નિરર્ગળ એકાંતદ્રષ્ટિ ઊછળે છે એવા — ‘આ હું
મનુષ્ય જ છું, મારું જ આ મનુષ્યશરીર છે’ એમ ૪અહંકાર -૫મમકાર વડે ઠગાતા થકા,
અવિચલિતચેતનાવિલાસમાત્ર ૬આત્મવ્યવહારથી ચ્યુત થઈને, જેમાં સમસ્ત ક્રિયાકલાપને
છાતી -સરસો ભેટવામાં આવે છે એવા ૭મનુષ્યવ્યવહારનો આશ્રય કરીને રાગી અને દ્વેષી
થતા થકા પરદ્રવ્યરૂપ કર્મ સાથે સંગતપણાને લીધે ( – પરદ્રવ્યરૂપ કર્મ સાથે જોડાતા હોવાને
લીધે) ખરેખર ૮પરસમય થાય છે અર્થાત્ પરસમયરૂપે પરિણમે છે.
અને જેઓ, ૯અસંકીર્ણ દ્રવ્ય -ગુણ -પર્યાયો વડે સુસ્થિત એવા ભગવાન આત્માના
સ્વભાવનો — કે જે સકળ વિદ્યાઓનું એક મૂળ છે તેનો — આશ્રય કરીને યથોક્ત
આત્મસ્વભાવની સંભાવનામાં સમર્થ હોવાને લીધે પર્યાયમાત્ર પ્રત્યેનું બળ (જોર) દૂર કરીને
૧.યથોક્ત = (પૂર્વ ગાથામાં) જેવો કહ્યો તેવો
૨. સંભાવના = સંચેતન; અનુભવ; માન્યતા; આદર.
૩. નિરર્ગળ = અંકુશ વિનાની; બેહદ. (જેઓ મનુષ્યાદિ પર્યાયમાં લીન છે, તેમને બેહદ એકાંતદ્રષ્ટિ
ઊછળે છે.)
૪. અહંકાર = ‘હું’પણું
૫. મમકાર = ‘મારા’પણું
૬. આત્મવ્યવહાર = આત્મારૂપ વર્તન; આત્મારૂપ કાર્ય; આત્મારૂપ વ્યાપાર.
૭. મનુષ્યવ્યવહાર = મનુષ્યરૂપ વર્તન (અર્થાત્ ‘હું મનુષ્ય જ છું’ એવી માન્યતાપૂર્વકનું વર્તન)
૮. જે જીવ પર સાથે એકપણાની માન્યતાપૂર્વક જોડાય તેને પરસમય કહેવામાં આવે છે.
૯. અસંકીર્ણ = ભેળસેળ નહિ એવા; સ્પષ્ટપણે ભિન્ન. [ભગવાન આત્મસ્વભાવ સ્પષ્ટ -ભિન્ન ( – પર
સાથે ભેળસેળ નહિ એવાં) દ્રવ્ય -ગુણ -પર્યાયો વડે સુસ્થિત છે.]
૧૬૮પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-