Pravachansar (Gujarati).

< Previous Page   Next Page >


Page 172 of 513
PDF/HTML Page 203 of 544

 

૧૭પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-
तैरुत्पादादिभिर्गुणपर्यायैर्वा सह द्रव्यं लक्ष्यलक्षणभेदेऽपि स्वरूपभेदमुपव्रजति, स्वरूपत एव
द्रव्यस्य तथाविधत्वादुत्तरीयवत्
यथा खलूत्तरीयमुपात्तमलिनावस्थं प्रक्षालितममलाव-
स्थयोत्पद्यमानं तेनोत्पादेन लक्ष्यते, न च तेन सह स्वरूपभेदमुपव्रजति, स्वरूपत एव
तथाविधत्वमवलम्बते; तथा द्रव्यमपि समुपात्तप्राक्तनावस्थं समुचितबहिरङ्गसाधनसन्निधिसद्भावे
विचित्रबहुतरावस्थानं स्वरूपकर्तृकरणसामर्थ्यस्वभावेनान्तरङ्गसाधनतामुपागतेनानुगृहीतमुत्तरा-
वस्थयोत्पद्यमानं तेनोत्पादेन लक्ष्यते, न च तेन सह स्वरूपभेदमुपव्रजति, स्वरूपत एव
तथाविधत्वमवलम्बते
यथा च तदेवोत्तरीयममलावस्थयोत्पद्यमानं मलिनावस्थया व्ययमानं तेन
व्ययेन लक्ष्यते, न च तेन सह स्वरूपभेदमुपव्रजति, स्वरूपत एव तथाविधत्वमवलम्बते; तथा
करोति, स्वरूपत एव तथाविधत्वमवलम्बते तथाविधत्वं कोऽर्थः उत्पादव्ययध्रौव्यगुणपर्यायस्वरूपेण
परिणमति, तथा सर्वद्रव्याणि स्वकीयस्वकीययथोचितोत्पादव्ययध्रौव्यैस्तथैव गुणपर्यायैश्च सह यद्यपि
संज्ञालक्षणप्रयोजनादिभिर्भेदं कुर्वन्ति तथापि सत्तास्वरूपेण भेदं न कुर्वन्ति, स्वभावत एव

तथाविधत्वमवलम्बन्ते
तथाविधत्वं कोऽर्थः उत्पादव्ययादिस्वरूपेण परिणमन्ति अथवा यथा वस्त्रं

દ્રવ્યને તે ઉત્પાદાદિક સાથે અથવા ગુણપર્યાયો સાથે લક્ષ્ય -લક્ષણભેદ હોવા છતાં સ્વરૂપભેદ નથી, સ્વરૂપથી જ દ્રવ્ય તેવું (ઉત્પાદાદિવાળું અથવા ગુણપર્યાયવાળું ) છે વસ્ત્રની જેમ.

જેવી રીતે જેણે મલિન અવસ્થા પ્રાપ્ત કરેલી છે એવું વસ્ત્ર, ધોવામાં આવતાં, નિર્મળ અવસ્થાથી (નિર્મળ અવસ્થારૂપે, નિર્મળ અવસ્થાની અપેક્ષાએ) ઊપજતું થકું તે ઉત્પાદ વડે લક્ષિત થાય છે; પરંતુ તેને તે ઉત્પાદ સાથે સ્વરૂપભેદ નથી, સ્વરૂપથી જ તેવું છે (અર્થાત્ ઉત્પાદસ્વરૂપે જ પોતે પરિણત છે); તેવી રીતે જેણે પૂર્વ અવસ્થા પ્રાપ્ત કરેલી છે એવું દ્રવ્ય પણકે જે ઉચિત બહિરંગ સાધનોની સંનિધિના સદ્ભાવમાં અનેક પ્રકારની ઘણી અવસ્થાઓ કરે છે તેઅંતરંગસાધનભૂત સ્વરૂપકર્તાના અને સ્વરૂપકરણના સામર્થ્યરૂપ સ્વભાવ વડે અનુગૃહીત થતાં, ઉત્તર અવસ્થાએ ઊપજતું થકું તે ઉત્પાદ વડે લક્ષિત થાય છે; પરંતુ તેને તે ઉત્પાદની સાથે સ્વરૂપભેદ નથી, સ્વરૂપથી જ તેવું છે. વળી જેવી રીતે તે જ વસ્ત્ર નિર્મળ અવસ્થાથી ઊપજતું અને મલિન અવસ્થાથી વ્યય પામતું થકું તે વ્યય વડે લક્ષિત થાય છે; પરંતુ તેને તે વ્યયની સાથે સ્વરૂપભેદ નથી, સ્વરૂપથી જ તેવું છે; તેવી રીતે તે જ દ્રવ્ય પણ ઉત્તર અવસ્થાથી ઊપજતું અને પૂર્વ અવસ્થાથી વ્યય ૧. સંનિધિ = હાજરી; નિકટતા. ૨. દ્રવ્યમાં પોતાનામાં જ સ્વરૂપકર્તા અને સ્વરૂપકરણ થવાનું સામર્થ્ય છે. આ સામર્થ્યરૂપ સ્વભાવ જ

પોતાના પરિણમનમાં (અવસ્થાંતર કરવામાં) અંતરંગ સાધન છે.