Pravachansar (Gujarati).

< Previous Page   Next Page >


Page 171 of 513
PDF/HTML Page 202 of 544

 

background image
इह खलु यदनारब्धस्वभावभेदमुत्पादव्ययध्रौव्यत्रयेण गुणपर्यायद्वयेन च यल्लक्ष्यते
तद्द्रव्यम् तत्र हि द्रव्यस्य स्वभावोऽस्तित्वसामान्यान्वयः अस्तित्वं हि वक्ष्यति द्विविधं,
स्वरूपास्तित्वं सादृश्यास्तित्वं चेति तत्रोत्पादः प्रादुर्भावः, व्ययः प्रच्यवनं, ध्रौव्यमवस्थितिः
गुणा विस्तारविशेषाः ते द्विविधाः सामान्यविशेषात्मकत्वात् तत्रास्तित्वं नास्तित्व-
मेकत्वमन्यत्वं द्रव्यत्वं पर्यायत्वं सर्वगतत्वमसर्वगतत्वं सप्रदेशत्वमप्रदेशत्वं मूर्तत्वममूर्तत्वं
सक्रि यत्वमक्रि यत्वं चेतनत्वमचेतनत्वं कर्तृत्वमकर्तृत्वं भोक्तृत्वमभोक्तृत्वमगुरुलघुत्वं चेत्यादयः
सामान्यगुणाः
अवगाहहेतुत्वं गतिनिमित्तता स्थितिकारणत्वं वर्तनायतनत्वं रूपादिमत्ता
चेतनत्वमित्यादयो विशेषगुणाः पर्याया आयतविशेषाः ते पूर्वमेवोक्ताश्चतुर्विधाः न च
केवलज्ञानोत्पत्तिप्रस्तावे शुद्धात्मरुचिपरिच्छित्तिनिश्चलानुभूतिरूपकारणसमयसारपर्यायस्य विनाशे सति
शुद्धात्मोपलम्भव्यक्तिरूपकार्यसमयसारस्योत्पादः कारणसमयसारस्य व्ययस्तदुभयाधारभूतपरमात्मद्रव्य-

त्वेन ध्रौव्यं च
तथानन्तज्ञानादिगुणाः, गतिमार्गणाविपक्षभूतसिद्धगतिः, इन्द्रियमार्गणाविपक्ष-
भूतातीन्द्रियत्वादिलक्षणाः शुद्धपर्यायाश्च भवन्तीति यथा शुद्धसत्तया सहाभिन्नं परमात्मद्रव्यं
पूर्वोक्तोत्पादव्ययध्रौव्यैर्गुणपर्यायैश्च सह संज्ञालक्षणप्रयोजनादिभेदेऽपि सति तैः सह सत्ताभेदं न
ટીકાઃઅહીં (આ વિશ્વમાં) જે, સ્વભાવભેદ કર્યા વિના, ઉત્પાદ -વ્યય-
ધ્રૌવ્યત્રયથી અને ગુણ -પર્યાયદ્વયથી લક્ષિત થાય છે, તે દ્રવ્ય છે. તેમાં (સ્વભાવ, ઉત્પાદ,
વ્યય, ધ્રૌવ્ય, ગુણ ને પર્યાય એ છ શબ્દો કહ્યા તેમાં), દ્રવ્યનો સ્વભાવ તે
અસ્તિત્વસામાન્યરૂપ અન્વય. અસ્તિત્વ બે પ્રકારનું કહેશેઃ (૧) સ્વરૂપ -અસ્તિત્વ અને
(૨) સાદ્રશ્ય -અસ્તિત્વ. ઉત્પાદ તે પ્રાદુર્ભાવ (અર્થાત્ પ્રગટ થવું, ઉત્પન્ન થવું); વ્યય તે પ્રચ્યુતિ
(અર્થાત્ ભ્રષ્ટ થવું, નષ્ટ થવું); ધ્રૌવ્ય તે અવસ્થિતિ (અર્થાત્ ટકવું). ગુણો તે વિસ્તારવિશેષો.
તેઓ સામાન્ય -વિશેષાત્મક હોવાથી બે પ્રકારના છે. તેમાં, અસ્તિત્વ, નાસ્તિત્વ, એકત્વ,
અન્યત્વ, દ્રવ્યત્વ, પર્યાયત્વ, સર્વગતત્વ, અસર્વગતત્વ, સપ્રદેશત્વ, અપ્રદેશત્વ, મૂર્તત્વ,
અમૂર્તત્વ, સક્રિયત્વ, અક્રિયત્વ, ચેતનત્વ, અચેતનત્વ, કર્તૃત્વ, અકર્તૃત્વ, ભોક્તૃત્વ, અભોક્તૃત્વ,
અગુરુલઘુત્વ ઇત્યાદિક સામાન્યગુણો છે; અવગાહહેતુત્વ, ગતિનિમિત્તતા, સ્થિતિકારણત્વ,
વર્તનાયતનત્વ, રૂપાદિમત્ત્વ, ચેતનત્વ, ઇત્યાદિક વિશેષગુણો છે. પર્યાયો તે આયતવિશેષો.
તેઓ પૂર્વે જ (૯૩મી ગાથાની ટીકામાં) કહેલા ચાર પ્રકારના છે.
૧. ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્યત્રય = ઉત્પાદ, વ્યય ને ધ્રૌવ્યએ ત્રિપુટી (ત્રણનો સમૂહ)
૨. ગુણપર્યાયદ્વય = ગુણ ને પર્યાયએ યુગલ (બેનો સમૂહ)
૩. લક્ષિત થાય છે = લક્ષ્યરૂપ થાય છે; ઓળખાય છે. [(૧) ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્ય તથા (૨) ગુણપર્યાય
તે લક્ષણો છે અને દ્રવ્ય તે લક્ષ્ય છે.]
૪. ‘છે, છે, છે’ એવો એકરૂપ ભાવ દ્રવ્યનો સ્વભાવ છે. (અન્વય = એકરૂપતા; સદ્રશભાવ.)
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞેયતત્ત્વ-પ્રજ્ઞાપન
૧૭૧