ભાવાર્થઃ — ‘હું મનુષ્ય છું, શરીરાદિની સમસ્ત ક્રિયાઓ હું કરું છું, સ્ત્રી -પુત્ર- ધનાદિકના ગ્રહણત્યાગનો હું સ્વામી છું’ વગેરે માનવું તે મનુષ્યવ્યવહાર (મનુષ્યરૂપ વર્તન) છે; ‘માત્ર અચલિત ચેતના તે જ હું છું’ એમ માનવું — પરિણમવું તે આત્મવ્યવહાર (આત્મારૂપ વર્તન) છે.
જેઓ મનુષ્યાદિપર્યાયમાં લીન છે, તે એકાંતદ્રષ્ટિવાળા લોકો મનુષ્યવ્યવહારનો આશ્રય કરતા હોવાથી રાગીદ્વેષી થાય છે અને એ રીતે પરદ્રવ્યરૂપ કર્મ સાથે સંબંધ કરતા હોવાથી તેઓ પરસમય છે; અને જેઓ ભગવાન આત્મસ્વભાવમાં જ સ્થિત છે, તે અનેકાંતદ્રષ્ટિવાળા લોકો મનુષ્યવ્યવહારનો આશ્રય નહિ કરતાં આત્મવ્યવહારનો આશ્રય કરતા હોવાથી રાગીદ્વેષી થતા નથી અર્થાત્ પરમ ઉદાસીન રહે છે અને એ રીતે પરદ્રવ્યરૂપ કર્મ સાથે સંબંધ નહિ કરતાં કેવળ સ્વદ્રવ્ય સાથે જ સંબંધ કરતા હોવાથી તેઓ સ્વસમય છે. ૯૪.
અન્વયાર્થઃ — [ अपरित्यक्तस्वभावेन ] સ્વભાવને છોડ્યા વિના [यत्] જે [उत्पाद- व्ययध्रुवत्वसंबद्धम् ] ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્યસંયુક્ત છે [च] તથા [ गुणवत् सपर्यायं ] ગુણવાળું ને પર્યાયસહિત છે, [ तत्] તેને [ द्रव्यम् इति ] ‘દ્રવ્ય’ [ ब्रुवन्ति ] કહે છે.