Pravachansar (Gujarati).

< Previous Page   Next Page >


Page 176 of 513
PDF/HTML Page 207 of 544

 

background image
प्रवर्तमानप्रवृत्तियुक्तस्य द्रव्यास्तित्वेन निष्पादितनिष्पत्तियुक्तैर्गुणैः पर्यायैश्च यदस्तित्वं द्रव्यस्य स
स्वभावः
यथा वा द्रव्येण वा क्षेत्रेण वा कालेन वा भावेन वा पीततादिगुणेभ्यः
कुण्डलादिपर्यायेभ्यश्च पृथगनुपलभ्यमानस्य कर्तृकरणाधिक रणरूपेण कार्तस्वरस्वरूपमुपादाय
प्रवर्तमानप्रवृत्तियुक्तैः पीततादिगुणैः कुण्डलादिपर्यायैश्च निष्पादितनिष्पत्तियुक्तस्य कार्तस्वरस्य
मूलसाधनतया तैर्निष्पादितं यदस्तित्वं स स्वभावः, तथा द्रव्येण वा क्षेत्रेण वा कालेन
वा भावेन वा गुणेभ्यः पर्यायेभ्यश्च पृथगनुपलभ्यमानस्य कर्तृकरणाधिकरणरूपेण
અને પર્યાયોના સ્વરૂપને ધારણ કરીને પ્રવર્તતા દ્રવ્યના અસ્તિત્વ વડે જેમની નિષ્પત્તિ થાય
છે,
એવા ગુણો અને પર્યાયો વડે જે દ્રવ્યનું અસ્તિત્વ છે, તે સ્વભાવ છે. (દ્રવ્યે, ક્ષેત્રે,
કાળે કે ભાવે સુવર્ણથી જુદાં નહિ જોવામાં આવતાં પીળાશાદિક અને કુંડળાદિકનું અસ્તિત્વ
તે સુવર્ણનું જ અસ્તિત્વ છે, કારણ કે પીળાશાદિકના અને કુંડળાદિકના સ્વરૂપને સુવર્ણ જ
ધારણ કરતું હોવાથી સુવર્ણના અસ્તિત્વથી જ પીળાશાદિકની અને કુંડળાદિકની નિષ્પત્તિ
સિદ્ધિથાય છે, સુવર્ણ ન હોય તો પીળાશાદિક અને કુંડળાદિક પણ ન હોય; તેવી રીતે
દ્રવ્યે, ક્ષેત્રે, કાળે કે ભાવે દ્રવ્યથી જુદા નહિ જોવામાં આવતા ગુણો અને પર્યાયોનું અસ્તિત્વ
તે દ્રવ્યનું જ અસ્તિત્વ છે, કારણ કે ગુણો અને પર્યાયોના સ્વરૂપને દ્રવ્ય જ ધારણ કરતું
હોવાથી દ્રવ્યના અસ્તિત્વથી જ ગુણોની અને પર્યાયોની નિષ્પત્તિ થાય છે, દ્રવ્ય ન હોય
તો ગુણો અને પર્યાયો પણ ન હોય. આવું અસ્તિત્વ તે દ્રવ્યનો સ્વભાવ છે.)
અથવા, જેમ દ્રવ્યે, ક્ષેત્રે, કાળે કે ભાવે પીળાશઆદિગુણોથી અને કુંડળાદિપર્યાયોથી
જે પૃથક્ જોવામાં આવતું નથી, કર્તા -કરણ -અધિકરણરૂપે સુવર્ણના સ્વરૂપને ધારણ કરીને
પ્રવર્તતા પીળાશઆદિગુણો અને કુંડળાદિપર્યાયો વડે જેની નિષ્પત્તિ થાય છે,એવા સુવર્ણનું,
મૂળસાધનપણે તેમનાથી નિષ્પન્ન થતું, જે અસ્તિત્વ છે, તે સ્વભાવ છે; તેમ દ્રવ્યે,
ક્ષેત્રે, કાળે કે ભાવે ગુણોથી અને પર્યાયોથી જે પૃથક્ જોવામાં આવતું નથી,
शुद्धात्मद्रव्यास्तित्वेन च गुणपर्यायोत्पादव्ययध्रौव्यास्तित्वं साध्यत इति तद्यथायथा स्वकीय-
द्रव्यक्षेत्रकालभावैः सुवर्णादभिन्नानां पीतत्वादिगुणकुण्डलादिपर्यायाणां संबन्धि यदस्तित्वं स एव
सुवर्णस्य सद्भावः, तथा स्वकीयद्रव्यक्षेत्रकालभावैः परमात्मद्रव्यादभिन्नानां केवलज्ञानादिगुणकिंचिदून-

चरमशरीराकारादिपर्यायाणां संबन्धि यदस्तित्वं स एव मुक्तात्मद्रव्यस्य सद्भावः
यथा स्वकीय-
द्रव्यक्षेत्रकालभावैः पीतत्वादिगुणकुण्डलादिपर्यायेभ्यः सकाशादभिन्नस्य सुवर्णस्य सम्बन्धि यदस्तित्वं स
૧. જે = જે સુવર્ણ
૨. તેમનાથી = પીળાશઆદિગુણો અને કુંડળાદિપર્યાયોથી. (સુવર્ણનું અસ્તિત્વ નિષ્પન્ન થવામાં
સિદ્ધ
થવામાંનીપજવામાં મૂળ સાધન પીળાશઆદિગુણો અને કુંડળાદિપર્યાયો જ છે.)
૧૭પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-