द्रव्यस्वरूपमुपादाय प्रवर्तमानप्रवृत्तियुक्तैर्गुणैः पर्यायैश्च निष्पादितनिष्पत्तियुक्तस्य द्रव्यस्य
मूलसाधनतया तैर्निष्पादितं यदस्तित्वं स स्वभावः ।
किंच — यथा हि द्रव्येण वा क्षेत्रेण वा कालेन वा भावेन वा कार्तस्वरा-
त्पृथगनुपलभ्यमानैः कर्तृकरणाधिकरणरूपेण कुण्डलाङ्गदपीतताद्युत्पादव्ययध्रौव्याणां स्वरूप-
૧
કર્તા -કરણ -અધિકરણરૂપે દ્રવ્યના સ્વરૂપને ધારણ કરીને પ્રવર્તતા ગુણો અને પર્યાયો વડે જેની
નિષ્પત્તિ થાય છે, — એવા દ્રવ્યનું, મૂળસાધનપણે તેમનાથી નિષ્પન્ન થતું, જે અસ્તિત્વ છે,
તે સ્વભાવ છે. (પીળાશાદિકથી અને કુંડળાદિકથી ભિન્ન નહિ જોવામાં આવતા સુવર્ણનું
અસ્તિત્વ તે પીળાશાદિક અને કુંડળાદિકનું જ અસ્તિત્વ છે, કારણ કે સુવર્ણના સ્વરૂપને
પીળાશાદિક અને કુંડળાદિક જ ધારણ કરતા હોવાથી પીળાશાદિકના અને કુંડળાદિકના
અસ્તિત્વથી જ સુવર્ણની નિષ્પત્તિ થાય છે, પીળાશાદિક અને કુંડળાદિક ન હોય તો સુવર્ણ
પણ ન હોય; તેવી રીતે ગુણોથી અને પર્યાયોથી ભિન્ન નહિ જોવામાં આવતા દ્રવ્યનું અસ્તિત્વ
તે ગુણો અને પર્યાયોનું જ અસ્તિત્વ છે, કારણ કે દ્રવ્યના સ્વરૂપને ગુણો અને પર્યાયો જ
ધારણ કરતા હોવાથી ગુણો અને પર્યાયોના અસ્તિત્વથી જ દ્રવ્યની નિષ્પત્તિ થાય છે, ગુણો
અને પર્યાયો ન હોય તો દ્રવ્ય પણ ન હોય. આવું અસ્તિત્વ તે દ્રવ્યનો સ્વભાવ છે.)
(જેવી રીતે દ્રવ્યનું અને ગુણ -પર્યાયનું એક જ અસ્તિત્વ છે એમ સુવર્ણના દ્રષ્ટાંત-
પૂર્વક સમજાવ્યું, તેવી રીતે હવે દ્રવ્યનું અને ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્યનું પણ એક જ અસ્તિત્વ છે
એમ સુવર્ણના દ્રષ્ટાંતપૂર્વક સમજાવવામાં આવે છે.)
જેમ દ્રવ્યે, ક્ષેત્રે, કાળે કે ભાવે સુવર્ણથી ૨જેઓ પૃથક્ જોવામાં આવતાં નથી, ૩કર્તા-
કરણ -અધિકરણરૂપે કુંડળાદિ -ઉત્પાદોના, બાજુબંધઆદિવ્યયોના અને પીળાશઆદિધ્રૌવ્યોના
एव पीतत्वादिगुणकुण्डलादिपर्यायाणां स्वभावो भवति, तथा स्वकीयद्रव्यक्षेत्रकालभावैः केवल-
ज्ञानादिगुणकिंचिदूनचरमशरीराकारपर्यायेभ्यः सकाशादभिन्नस्य मुक्तात्मद्रव्यस्य संबन्धि यदस्तित्वं स
एव केवलज्ञानादिगुणकिंचिदूनचरमशरीराकारपर्यायाणां स्वभावो ज्ञातव्यः । अथेदानीमुत्पादव्यय-
ध्रौव्याणामपि द्रव्येण सहाभिन्नास्तित्वं कथ्यते । यथा स्वकीयद्रव्यादिचतुष्टयेन सुवर्णादभिन्नानां
कटकपर्यायोत्पादकङ्कणपर्यायविनाशसुवर्णत्वलक्षणध्रौव्याणां संबन्धि यदस्तित्वं स एव सुवर्णसद्भावः,
૧. ગુણ -પર્યાયો જ દ્રવ્યના કર્તા (કરનાર), કરણ (સાધન) અને અધિકરણ (આધાર) છે; તેથી ગુણ-
પર્યાયો જ દ્રવ્યનું સ્વરૂપ ધારણ કરે છે.
૨. જેઓ = જે કુંડળ આદિ ઉત્પાદો, બાજુબંધ આદિ વ્યયો અને પીળાશ આદિ ધ્રૌવ્યો
૩. સુવર્ણ જ કુંડળાદિ -ઉત્પાદો, બાજુબંધાદિવ્યયો અને પીળાશઆદિધ્રૌવ્યોનું કર્તા, કરણ તથા અધિકરણ
છે; તેથી સુવર્ણ જ તેમનું સ્વરૂપ ધારણ કરે છે (સુવર્ણ જ કુંડળાદિરૂપે ઊપજે છે, બાજુબંધઆદિરૂપે
નષ્ટ થાય છે અને પીળાશઆદિરૂપે ટકી રહે છે).
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞેયતત્ત્વ-પ્રજ્ઞાપન
૧૭૭
પ્ર. ૨૩