च परस्परानुस्यूतिसूत्रितैकप्रवाहतयातदुभयात्मक इति । एवमस्य स्वभावत एव त्रिलक्षणायां
मुक्ताफलेषूत्तरोत्तरेषु धामसूत्तरोत्तरमुक्ताफलानामुदयनात्पूर्वपूर्वमुक्ताफलानामनुदयनात् सर्वत्रापि
नित्यवृत्तिनिवर्तमाने द्रव्ये समस्तेष्वपि स्वावसरेषूच्चकासत्सु परिणामेषूत्तरोत्तरेष्ववसरेषूत्तरोत्तर-
परिणामानामुदयनात्पूर्वपूर्वपरिणामानामनुदयनात् सर्वत्रापि परस्परानुस्यूतिसूत्रकस्य प्रवाहस्या-
પરસ્પર અનુસ્યૂતિથી રચાયેલા એકપ્રવાહપણા વડે અનુભયસ્વરૂપ છે.
આ પ્રમાણે સ્વભાવથી જ ત્રિલક્ષણ પરિણામપદ્ધતિમાં (પરિણામોની પરંપરામાં) વર્તતું દ્રવ્ય સ્વભાવને નહિ ૧અતિક્રમતું હોવાથી ૨સત્ત્વને ૩ત્રિલક્ષણ જ ૪અનુમોદવું — મોતીના હારની માફક. (તે આ રીતેઃ) જેમ જેણે (અમુક) લંબાઈ ગ્રહણ કરેલી છે એવા લટકતા મોતીના હારને વિષે, પોતપોતાનાં સ્થાનોમાં પ્રકાશતાં સમસ્ત મોતીઓમાં, પછી પછીનાં સ્થાનોએ પછીપછીનાં મોતીઓ પ્રગટ થતાં હોવાથી અને પહેલાંપહેલાંનાં મોતીઓ નહિ પ્રગટ થતાં હોવાથી તથા બધેય પરસ્પર અનુસ્યૂતિ રચનારો દોરો અવસ્થિત હોવાથી ત્રિલક્ષણપણું પ્રસિદ્ધિ પામે છે; તેમ જેણે ૫નિત્યવૃત્તિ ગ્રહણ કરેલી છે એવા રચાતા (પરિણમતા) દ્રવ્યને વિષે, પોતપોતાના અવસરોમાં પ્રકાશતા (પ્રગટતા) સમસ્ત પરિણામોમાં, પછીપછીના અવસરોએ પછીપછીના પરિણામો પ્રગટ થતા હોવાથી અને પહેલાંપહેલાંના પરિણામો નહિ પ્રગટ થતા હોવાથી તથા બધેય પરસ્પર અનુસ્યૂતિ રચનારો પ્રવાહ અવસ્થિત ( – ટકતો) હોવાથી ત્રિલક્ષણપણું પ્રસિદ્ધિ પામે છે. ૧. અતિક્રમતું = ઓળંગતું; છોડતું. ૨. સત્ત્વ = સત્પણું; (અભેદનયે) દ્રવ્ય. ૩. ત્રિલક્ષણ = ઉત્પાદ, વ્યય ને ધ્રૌવ્ય એ ત્રણ લક્ષણવાળું; ત્રિસ્વરૂપ; ત્રયાત્મક. ૪. અનુમોદવું = આનંદથી સંમત કરવું. ૫. નિત્યવૃત્તિ = નિત્ય ટકવાપણું; નિત્ય હયાતી; સદા વર્તવું તે.