ર્ર્
ર
कथनेन तृतीया, उत्पादव्ययध्रौव्यत्वेऽपि सत्तैव द्रव्यं भण्यत इति कथनेन चतुर्थीति गाथाचतुष्टयेन
ભાવાર્થઃ — દરેક દ્રવ્ય સદાય સ્વભાવમાં રહે છે તેથી ‘સત્’ છે. તે સ્વભાવ ઉત્પાદવ્યયધ્રૌવ્યસ્વરૂપ પરિણામ છે. જેમ દ્રવ્યના વિસ્તારનો નાનામાં નાનો અંશ તે પ્રદેશ છે, તેમ દ્રવ્યના પ્રવાહનો નાનામાં નાનો અંશ તે પરિણામ છે. દરેક પરિણામ સ્વ -કાળમાં પોતાના રૂપે ઊપજે છે, પૂર્વ રૂપથી નાશ પામે છે અને સર્વ પરિણામોમાં એકપ્રવાહપણું હોવાથી દરેક પરિણામ ઉત્પાદ -વિનાશ વિનાનો એકરૂપ – ધ્રુવ રહે છે. વળી ઉત્પાદ -વ્યય- ધ્રૌવ્યમાં સમયભેદ નથી, ત્રણેય એક જ સમયે છે. આવા ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્યાત્મક પરિણામોની પરંપરામાં દ્રવ્ય સ્વભાવથી જ સદાય રહેતું હોવાથી દ્રવ્ય પોતે પણ, મોતીના હારની માફક, ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્યાત્મક છે. ૯૯.
અન્વયાર્થઃ — [भवः] ઉત્પાદ [भङ्गविहीनः] ૨ભંગ વિનાનો [न] હોતો નથી [वा] અને [भङ्गः] ભંગ [संभवविहीनः] ઉત્પાદ વિનાનો [नास्ति] હોતો નથી; [उत्पादः] ઉત્પાદ [अपि च] તેમ જ [भङ्गः] ભંગ [ध्रौव्येण अर्थेन विना] ધ્રૌવ્ય પદાર્થ વિના [न] હોતા નથી. ૧. અવિનાભાવ = એક વિના બીજાનું નહીં હોવું તે; એકબીજા વિના હોઈ જ ન શકે એવો ભાવ. ૨. ભંગ = વ્યય; નાશ.