સર્ગ અને પિંડનો સંહાર છે, કારણ કે વ્યતિરેકો દ્વારા જ ૧અન્વય પ્રકાશે છે.
અને જો આમ જ ( – ઉપર સમજાવ્યું તેમ જ) ન માનવામાં આવે તો ‘અન્ય સર્ગ છે, અન્ય સંહાર છે, અન્ય સ્થિતિ છે’ એવું આવે છે (અર્થાત્ ત્રણે જુદાં છે એવું માનવાનો પ્રસંગ આવે છે). એમ થતાં (શા દોષો આવે તે સમજાવવામાં આવે છે)ઃ
કેવળ સર્ગ શોધનાર કુંભની ( – વ્યય અને ધ્રૌવ્યથી જુદો એકલો ઉત્પાદ કરવા જનાર ઘડાની), ૨ઉત્પાદનકારણના અભાવને લીધે, ઉત્પત્તિ જ ન થાય; અથવા તો અસત્નો જ ઉત્પાદ થાય. ત્યાં, (૧) જો કુંભની ઉત્પત્તિ ન થાય તો બધાય ભાવોની ઉત્પત્તિ જ ન થાય (અર્થાત્ જેમ કુંભની ઉત્પત્તિ ન થાય તેમ વિશ્વના કોઈ પણ દ્રવ્યમાં કોઈ પણ ભાવનો ઉત્પાદ જ ન થાય એ દોષ આવે); અથવા (૨) જો અસત્નો ઉત્પાદ થાય તો ૩વ્યોમપુષ્પ વગેરેનો પણ ઉત્પાદ થાય (અર્થાત્ શૂન્યમાંથી પણ પદાર્થો ઉત્પન્ન થવા માંડે એ દોષ આવે).
વળી કેવળ સંહાર આરંભનાર મૃત્તિકાપિંડનો ( – ઉત્પાદ અને ધ્રૌવ્ય રહિત એકલો વ્યય કરવા જનાર મૃત્તિકાપિંડનો), ૪સંહારકારણના અભાવને લીધે, સંહાર જ ન થાય; અથવા તો સત્નો જ ઉચ્છેદ થાય. ત્યાં, (૧) જો મૃતિકાપિંડનો સંહાર ન થાય તો બધાય ૧. અન્વય = એકરૂપતા; સદ્રશતા; ‘આ તે જ છે’ એવા જ્ઞાનના કારણભૂત એકરૂપપણું. ૨. ઉત્પાદનકારણ = ઉત્પત્તિનું કારણ ૩. વ્યોમપુષ્પ = આકાશનાં ફૂલ ૪. સંહારકારણ = સંહારનું કારણ