पर्यायैरालम्बितमेव प्रतिभाति । पर्यायास्तूत्पादव्ययध्रौव्यैरालम्ब्यन्ते, उत्पादव्ययध्रौव्याणामंश-
द्रव्यस्योच्छिद्यमानोत्पद्यमानावतिष्ठमानभावलक्षणास्त्रयोंऽशा भङ्गोत्पादध्रौव्यलक्षणैरात्मधर्मैरा-
लम्बिताः सममेव प्रतिभान्ति । यदि पुनर्भङ्गोत्पादध्रौव्याणि द्रव्यस्यैवेष्यन्ते तदा समग्रमेव
भङ्गस्तदुभयाधारात्मद्रव्यत्वावस्थारूपपर्यायेण ध्रौव्यं चेत्युक्तलक्षणस्वकीयस्वकीयपर्यायेषु । पज्जाया
(જોવામાં આવે છે), તેમ સમુદાયી દ્રવ્ય પર્યાયોના સમુદાયસ્વરૂપ હોવાથી પર્યાયો વડે
આલંબિત જ ભાસે છે (અર્થાત્ જેમ થડ, મૂળ અને ડાળીઓ વૃક્ષના આશ્રયે જ છે — વૃક્ષથી
અને પર્યાયો ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્ય વડે આલંબાય છે (અર્થાત્ ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્ય પર્યાયોને આશ્રિત છે) કારણ કે ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્ય અંશોના ધર્મો છે ( – ૧અંશીના ધર્મો નથી); બીજ, અંકુર અને વૃક્ષત્વની માફક. જેમ અંશી એવા વૃક્ષના બીજ -અંકુર -વૃક્ષત્વસ્વરૂપ ત્રણ અંશો ભંગ -ઉત્પાદ -ધ્રૌવ્યસ્વરૂપ નિજ ધર્મો વડે આલંબિત એકીસાથે જ ભાસે છે, તેમ અંશી એવા દ્રવ્યના, નષ્ટ થતો ભાવ, ઊપજતો ભાવ અને અવસ્થિત રહેતો ભાવ એ ત્રણ અંશો ભંગ -ઉત્પાદ -ધ્રૌવ્યસ્વરૂપ નિજ ધર્મો વડે આલંબિત એકીસાથે જ ભાસે છે. પરંતુ જો (ભંગ -ઉત્પાદ -ધ્રૌવ્ય અંશોનાં નહિ માનતાં) (૧) ભંગ, (૨) ઉત્પાદ અને (૩) ધ્રૌવ્ય દ્રવ્યનાં જ માનવામાં આવે, તો બધુંય ૨વિપ્લવ પામે. તે આ પ્રમાણેઃ (૧) પ્રથમ, જો દ્રવ્યનો જ ભંગ માનવામાં આવે તો ૩ક્ષણભંગથી લક્ષિત સર્વ દ્રવ્યોનો એક ક્ષણમાં જ સંહાર થવાથી દ્રવ્યશૂન્યતા આવે અથવા સત્નો ઉચ્છેદ થાય. (૨) જો દ્રવ્યનો જ ઉત્પાદ માનવામાં આવે તો સમયે સમયે થતા ઉત્પાદ વડે ચિહ્નિત એવાં દ્રવ્યોને પ્રત્યેકને અનંતપણું આવે (અર્થાત્ ૧. અંશી = અંશોવાળું; અંશોનું બનેલું. (દ્રવ્ય અંશી છે.) ૨. વિપ્લવ = અંધાધૂંધી; ઊથલપાથલ; ગોટાળો; વિરોધ. ૩. ક્ષણભંગથી લક્ષિત = ક્ષણવિનાશ જેમનું લક્ષણ હોય એવાં