मानन्त्यमसदुत्पादो वा । ध्रौव्ये तु क्रमभुवां भावानामभावाद्द्रव्यस्याभावः क्षणिकत्वं वा । अत
उत्पादव्ययध्रौव्यैरालम्ब्यन्तां पर्यायाः पर्यायैश्च द्रव्यमालम्ब्यन्तां, येन समस्तमप्येतदेकमेव द्रव्यं
भवति ।।१०१।।
अथोत्पादादीनां क्षणभेदमुदस्य द्रव्यत्वं द्योतयति —
समवेदं खलु दव्वं संभवठिदिणाससण्णिदट्ठेहिं ।
एक्कम्मि चेव समये तम्हा दव्वं खु तत्तिदयं ।।१०२।।
સમયે સમયે થતો ઉત્પાદ જેનું ચિહ્ન હોય એવું દરેક દ્રવ્ય અનંતદ્રવ્યપણું પામે) અથવા
અસત્નો ઉત્પાદ થાય. (૩) જો દ્રવ્યનું જ ધ્રૌવ્ય માનવામાં આવે તો ક્રમે થતા ભાવોના
અભાવને લીધે દ્રવ્યનો અભાવ આવે અથવા ક્ષણિકપણું થાય.
માટે ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્ય વડે પર્યાયો આલંબિત હો અને પર્યાયો વડે દ્રવ્ય આલંબિત
હો કે જેથી આ બધુંય એક જ દ્રવ્ય હોય.
ભાવાર્થઃ — બીજ, અંકુર અને વૃક્ષત્વ એ વૃક્ષના અંશો છે. બીજનો નાશ, અંકુરનો
ઉત્પાદ અને વૃક્ષત્વનું ધ્રૌવ્ય (ધ્રુવપણું) ત્રણે એકીસાથે છે. આ રીતે નાશ બીજને આશ્રિત
છે, ઉત્પાદ અંકુરને આશ્રિત છે અને ધ્રૌવ્ય વૃક્ષત્વને આશ્રિત છે; નાશ -ઉત્પાદ -ધ્રૌવ્ય બીજ-
અંકુર -વૃક્ષત્વથી ભિન્ન પદાર્થરૂપ નથી. વળી બીજ -અંકુર -વૃક્ષત્વ પણ વૃક્ષથી ભિન્ન પદાર્થરૂપ
નથી. માટે આ બધાંય, એક વૃક્ષ જ છે. એ જ પ્રમાણે નષ્ટ થતો ભાવ, ઊપજતો ભાવ
અને ટકતો ભાવ એ દ્રવ્યના અંશો છે. નષ્ટ થતા ભાવનો નાશ, ઊપજતા ભાવનો ઉત્પાદ
અને ટકતા ભાવનું ધ્રૌવ્ય એકીસાથે છે. આ રીતે નાશ નષ્ટ થતા ભાવને આશ્રિત છે, ઉત્પાદ
ઊપજતા ભાવને આશ્રિત છે અને ધ્રૌવ્ય ટકતા ભાવને આશ્રિત છે; નાશ -ઉત્પાદ -ધ્રૌવ્ય તે
ભાવોથી ભિન્ન પદાર્થરૂપ નથી. વળી તે ભાવો પણ દ્રવ્યથી ભિન્ન પદાર્થરૂપ નથી. માટે
આ બધાંય, એક દ્રવ્ય જ છે. ૧૦૧.
હવે ઉત્પાદાદિકનો ક્ષણભેદ ૧નિરસ્ત કરીને તેઓ દ્રવ્ય છે એમ સમજાવે છેઃ —
ઉત્પાદ -ધ્રૌવ્ય -વિનાશસંજ્ઞિત અર્થ સહ સમવેત છે
એક જ સમયમાં દ્રવ્ય નિશ્ચય, તેથી એ ત્રિક દ્રવ્ય છે.૧૦૨.
निश्चितं प्रदेशाभेदेऽपि स्वकीयस्वकीयसंज्ञालक्षणप्रयोजनादिभेदेन । तम्हा दव्वं हवदि सव्वं यतो
निश्चयाधाराधेयभावेन तिष्ठन्त्युत्पादादयस्तस्मात्कारणादुत्पादादित्रयं स्वसंवेदनज्ञानादिपर्यायत्रयं चान्वय-
૧. નિરસ્ત કરીને = દૂર કરીને; નષ્ટ કરીને; ખંડિત કરીને; નિરાકૃત કરીને.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞેયતત્ત્વ-પ્રજ્ઞાપન
૧૯૫