रूढस्य मृत्तिकात्वस्य स्थितिक्षणः, तथा अन्तरङ्गबहिरङ्गसाधनारोप्यमाणसंस्कारसन्निधौ य
एवोत्तरपर्यायस्य जन्मक्षणः स एव प्राक्तनपर्यायस्य नाशक्षणः स एव च कोटिद्वयाधिरूढस्य
द्रव्यत्वस्य स्थितिक्षणः । यथा च वर्धमानमृत्पिण्डमृत्तिकात्वेषु प्रत्येकवर्तीन्यप्युत्पादव्ययध्रौव्याणि
(હવે ઉપરની શંકાનું સમાધાન કરવામાં આવે છેઃ) એ પ્રમાણે ઉત્પાદાદિકનો ક્ષણભેદ હૃદયભૂમિમાં તો જ ઊતરે, ‘જો દ્રવ્ય પોતે જ ઊપજે છે, પોતે જ અવસ્થિત રહે છે (-ટકે છે) અને પોતે જ નાશ પામે છે’ એમ સ્વીકારવામાં આવતું હોય. પરંતુ તે તો સ્વીકારવામાં આવ્યું નથી. પર્યાયોનાં જ ઉત્પાદાદિક છે (એમ સ્વીકારવામાં અને સિદ્ધ કરવામાં આવ્યું છે); ત્યાં ક્ષણભેદ ક્યાંથી હોય? (ન જ હોય.) તે સમજાવવામાં આવે છેઃ
જેમ કુંભાર, દંડ, ચક્ર (ચાકડો) અને દોરી વડે કરવામાં આવતા સંસ્કારની હાજરીમાં, જે રામપાત્રની જન્મક્ષણ હોય છે, તે જ મૃત્તિકાપિંડની નાશક્ષણ હોય છે અને તે જ બન્ને ૧કોટિમાં રહેલા માટીપણાની સ્થિતિક્ષણ હોય છે; તેમ અંતરંગ અને બહિરંગ સાધનો વડે કરવામાં આવતા સંસ્કારની હાજરીમાં, જે ઉત્તર પર્યાયની જન્મક્ષણ હોય છે, તે જ પૂર્વ પર્યાયની નાશક્ષણ હોય છે અને તે જ બન્ને કોટિમાં રહેલા દ્રવ્યપણાની સ્થિતિક્ષણ હોય છે.
વળી જેમ રામપાત્રમાં, મૃત્તિકાપિંડમાં અને માટીપણામાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય પ્રત્યેકપણે (એકેક છૂટાંછૂટાં) વર્તતાં હોવા છતાં ત્રિસ્વભાવસ્પર્શી માટીમાં તેઓ સમસ્તપણે (બધાંય ભેગાં) એક સમયમાં જ જોવામાં આવે છે; તેમ ઉત્તર પર્યાયમાં, પૂર્વ પર્યાયમાં અને દ્રવ્યપણામાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય પ્રત્યેકપણે (એકેક) વર્તતાં હોવા ૧. કોટિ = પ્રકાર. (માટીપણું તો પિંડરૂપ પ્રકારમાં તેમ જ રામપાત્રરૂપ પ્રકારમાં – બન્ને પ્રકારમાં