एकद्रव्यपर्याया हि गुणपर्यायाः, गुणपर्यायाणामेकद्रव्यत्वात् । एकद्रव्यत्वं हि तेषां सहकारफलवत् । यथा किल सहकारफलं स्वयमेव हरितभावात् पाण्डुभावं परिणम- त्पूर्वोत्तरप्रवृत्तहरितापाण्डुभावाभ्यामनुभूतात्मसत्ताकं हरितपाण्डुभावाभ्यां सममविशिष्टसत्ताक- विनाशो नास्ति, ततः कारणाद्द्रव्यपर्याया अपि द्रव्यलक्षणं भवन्तीत्यभिप्रायः ।।१०३।। अथ द्रव्यस्योत्पादव्ययध्रौव्याणि गुणपर्यायमुख्यत्वेन प्रतिपादयति — परिणमदि सयं दव्वं परिणमति स्वयं स्वयमेवोपादानकारणभूतं जीवद्रव्यं कर्तृ । कं परिणमति । गुणदो य गुणंतरं निरुपरागस्वसंवेदनज्ञान-
અન્વયાર્થઃ — [सदविशिष्टं] સત્તા -અપેક્ષાએ અવિશિષ્ટપણે, [द्रव्यं स्वयं] દ્રવ્ય પોતે જ [गुणतः च गुणान्तरं] ગુણમાંથી ગુણાંતરે [परिणमति] પરિણમે છે (અર્થાત્ દ્રવ્ય પોતે જ એક ગુણપર્યાયમાંથી અન્ય ગુણપર્યાયે પરિણમે છે અને તેની સત્તા ગુણપર્યાયોની સત્તા સાથે અવિશિષ્ટ — અભિન્ન — એક જ રહે છે), [तस्मात् पुनः] તેથી વળી [गुणपर्यायाः] ગુણપર્યાયો [द्रव्यम् एव इति भणिताः] દ્રવ્ય જ કહેવામાં આવ્યા છે.
ટીકાઃ — ગુણપર્યાયો એકદ્રવ્યપર્યાયો છે, કારણ કે ગુણપર્યાયોને એકદ્રવ્યપણું છે (અર્થાત્ ગુણપર્યાયો એક દ્રવ્યના પર્યાયો છે કારણ કે તેઓ એક જ દ્રવ્ય છે — ભિન્ન ભિન્ન દ્રવ્યો નથી). તેમનું એક દ્રવ્યપણું આમ્રફળની માફક છે. (તે આ પ્રમાણેઃ) જેમ આમ્રફળ પોતે જ હરિતભાવમાંથી પીતભાવે પરિણમતું થકું, પહેલાં અને પછી પ્રવર્તતા એવા ૧હરિતભાવ અને ૨પીતભાવ વડે પોતાની સત્તા અનુભવતું હોવાને લીધે, હરિતભાવ અને ૧. હરિતભાવ = લીલો ભાવ; લીલી અવસ્થા; લીલાપણું. ૨. પીતભાવ = પીળો ભાવ; પીળી દશા; પીળાપણું. (પહેલાં કેરીની લીલી અવસ્થા હોય છે, પછી