Pravachansar (Gujarati). Gatha: 105.

< Previous Page   Next Page >


Page 202 of 513
PDF/HTML Page 233 of 544

 

૨૦પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-
अथ सत्ताद्रव्ययोरनर्थान्तरत्वे युक्तिमुपन्यस्यति
ण हवदि जदि सद्दव्वं असद्धुव्वं हवदि तं कधं दव्वं
हवदि पुणो अण्णं वा तम्हा दव्वं सयं सत्ता ।।१०५।।
न भवति यदि सद्द्रव्यमसद्ध्रुवं भवति तत्कथं द्रव्यम्
भवति पुनरन्यद्वा तस्माद्द्रव्यं स्वयं सत्ता ।।१०५।।

यदि हि द्रव्यं स्वरूपत एव सन्न स्यात्तदा द्वितयी गतिः असद्वा भवति, सत्तातः पृथग्वा भवति तत्रासद्भवद्ध्र्रौव्यस्यासंभवादात्मानमधारयद्द्रव्यमेवास्तं गच्छेत्; सत्तातः विभावगुणान्तरं परिणमति, पुद्गलद्रव्यं वा पूर्वोक्तशुक्लवर्णादिगुणं त्यक्त्वा रक्तादिगुणान्तरं परिणमति, हरितगुणं त्यक्त्वा पाण्डुरगुणान्तरमाम्रफलमिवेति भावार्थः ।।१०४।। एवं स्वभावविभावरूपा द्रव्यपर्याया गुणपर्यायाश्च नयविभागेन द्रव्यलक्षणं भवन्ति इति कथनमुख्यतया गाथाद्वयेन चतुर्थस्थलं गतम् अथ

હવે સત્તા અને દ્રવ્ય અર્થાંતરો (ભિન્ન પદાર્થો, અન્ય પદાર્થો) નહિ હોવા વિષે યુક્તિ રજૂ કરે છેઃ

જો દ્રવ્ય હોય ન સત્, ઠરે જ અસત્, બને ક્યમ દ્રવ્ય એ?
વા ભિન્ન ઠરતું સત્ત્વથી! તેથી સ્વયં તે સત્ત્વ છે.૧૦૫.

અન્વયાર્થઃ[यदि] જો [द्रव्यं] દ્રવ્ય [सत् न भवति] (સ્વરૂપથી જ) સત્ ન હોય તો(૧) [ध्रुवं असत् भवति] નક્કી તે અસત્ હોય; [तत् कथं द्रव्यं] જે અસત્ હોય તે દ્રવ્ય કેમ હોઈ શકે? [पुनः वा] અથવા (જો અસત્ ન હોય) તો (૨) [अन्यत् भवति] તે સત્તાથી અન્ય (જુદું) હોય! (તે પણ કેમ બને?) [तस्मात्] માટે [द्रव्यं स्वयं] દ્રવ્ય પોતે [सत्ता] સત્તા છે.

ટીકાઃજો દ્રવ્ય સ્વરૂપથી જ સત્ ન હોય, તો બીજી ગતિ એ થાય કે (૧) તે અસત્ હોય, અથવા (૨) સત્તાથી પૃથક્ હોય. ત્યાં, (૧) જો અસત્ હોય તો, ધ્રૌવ્યના અસંભવને લીધે પોતે નહિ ટકતું થકું, દ્રવ્ય જ અસ્ત થાય; અને (૨) જો સત્તાથી ૧. સત્ = હયાત. ૨. અસત્ = નહિ હયાત એવું ૩. અસ્ત = નષ્ટ. [જે અસત્ હોય તેનું ટકવું --હયાત રહેવું કેવું? માટે દ્રવ્યને અસત્ માનતાં, દ્રવ્યના

અભાવનો પ્રસંગ આવે અર્થાત્ દ્રવ્ય જ સિદ્ધ ન થાય.]